Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાને ચાલુ વર્ષમાં વેરાની રૂ।. ૧૬૮ કરોડની આવક

વ્યાજ માફી યોજનાના આજથી માત્ર બે દિવસ બાકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી લેણી મિલકત વેરા અને પાણી વેરાની વસૂલાત અન્વયે કડક કાર્યવાહી ચાલી રહી છે, અને આજ સવાર સુધીમાં ૧૬૮ કરોડની વસૂલાત થવા પામી છે, અને વ્યાજમાફી યોજનાને હજુ બે દિવસ બાકી છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે બપોરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ બાકી વેરાની ભરપાઈ કરનાર આસામીને ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આજે સવાર સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન મિલકત વેરાની રૂ।. ૧પ૧.૭૬ કરોડ અને પાણી ચાર્જની રૂ।. ૧૬.૬૭ કરોડની વસૂલાત થવા પામી છે. તા. ૩૧ માર્ચના વ્યાજમાફીની યોજના પૂર્ણ થાય છે. એટલે કે છેલ્લા બે દિવસ બાકી છે.

જ્યારે લોકો આ યોજનાનો લાભ લે અને પોતાનો બાકી વેરો ભરાઈ કરી આપી શહેરના વિકાસમાં યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો. આ પછી કડક કાર્યવાહીનો ભોગ બનવું પડી શકે છે.

આવતીકાલ તા. ૩૧ ના જાહેર રજા છે, પરંતુ મહાનગરપાલિકાના તમામ કેશ કલેક્શન સેન્ટરો રાત્રે ૧ર વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવનાર છે. આ સુવિધાનો લાભ પણ કરદાતાઓ લઈ શકે છે.

જામનગર મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના કેશ કલેક્શન સેન્ટરમાં ઉપરાંત તમામ સિવિક સેન્ટરોમાં, કેટલીક બેંક, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન અને ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકે છે.

રેલવે વિભાગ પાસેથી કરોડો રૂપિયાનો વેરો વસૂલાત કરવાનો બાકી છે, જે બાબતે રેલવે સાથે વાટાઘાટો ચાલે છે.

છેલ્લા ત્રણ માસમાં આશરે ૧૦પ મિલકતો સીલ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. આ પત્રકાર પરિષદ સમયે ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh