Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેડ ડીલમાં ખેડૂતો-ડેરી ક્ષેત્રને કોઈ નુકસાન નહીં: પીયુષ ગોયલ

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલઃ સંસદમાં સરકારનું સત્તાવાર નિવેદનઃ વિપક્ષનો અવિરત હોબાળો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: અમેરિકા સાથે થયેલી ટ્રેડ-ડીલથી ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે કૃષિ અને ડેરી ક્ષેત્રોને તેનાથી અલાયદા રખાયા હોવાનું સત્તાવાર નિવેદન આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વિપક્ષના હોબાળા વચ્ચે આપ્યુ છે. સંસદના ગેટ પાસે કોંગ્રેસે વિરોધ-પ્રદર્શન કર્યું છે.

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ અંગે સતાવાર નિવેદન આપતા લોકસભામાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ખેડૂતોના હિતોનુ રક્ષણ કરે છે. એક વર્ષની વાટાઘાટો પછી આ ડીલ થઈ છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને કોઈ નુકસાન થશે નહીં. ફેબ્રુઆરી ૨૦૨૫માં પીએમ મોદીની અમેરિકા મુલાકાત પછી, બંને દેશો ડીલ પૂર્ણ કરવા માટે સતત ચર્ચા કરતા રહ્યા હતાં. બંને પક્ષોના વાટાઘાટકારોએ વિવિધ સ્તરે ચર્ચા કરી છે. ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે. જે બંને દેશોના હિતમાં છે.

ગોયલે જણાવ્યું હતું કે આ ડીલ ભારતના એકસપોર્ટના હિતમાં છે. તેનો લાભ મળશે. આ ડીલમાં ખાદ્ય અને કૃષિ ક્ષેત્રોમાં ભારતની સંવેદનશીલતાને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવી છે. આ ભાગીદારી એમએસએમઈ, ઉદ્યોગો અને નાના અને મોટા વ્યવસાયોના હિતમાં છે.

ગોયલ બોલી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષે લોકસભામાં હોબાળો ચાલુ રાખ્યો હતો. આમ છતાં ગોયલે આ સત્તાવાર નિવેદન આપ્યા પણ ટ્રેડ ડીલ અંગે વડાપ્રધાન શું બોલે છે, તેની રાહ જોવાઈ રહી છે.

આ તરફ વિપક્ષના આઠ સસ્પેન્ડ કરાયેલા સાંસદો સંસદના મકરા ગેટ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. સાંસદો એવા પોસ્ટરો લઈને ઉભા હતા જેના પર લખેલું હતું પીએમ ઈઝ કોમ્પ્રોમાઈઝડ. આ દરમિયાન લોકસભામાં બજેટ સત્રના છઠ્ઠા દિવસે કાર્યવાહી શરૂ થતાં જ, વિપક્ષે અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર હોબાળો મચાવ્યો હતો. સ્પીકરે સાંસદોને પ્રશ્નકાળ દરમિયાન હોબાળો ન કરવા જણાવ્યું. તેમણે ગૃહની શિષ્ટાચાર જાળવી રાખવી જોઈએ. ત્યારબાદ સ્પીકર બિરલાએ ગૃહને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. ગૃહ ફકત પાંચ મિનિટ માટે જ ચાલ્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલ યુએસ ટ્રેડ ડીલ પર ગૃહમાં સંબોધન કર્યુ હતું. એવું કહેવાય છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર સાંજે ૫ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં સંબોધન કરશે.

છેલ્લા અહેવાલો મુજબ વિપક્ષોના સતત હોબાળા પ્રત્યે નારાજગી બતાવીને લોકસભાના અધ્યક્ષે બપોર સુધી ગૃહ સ્થગિત કર્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh