Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિન સહિત બે રાશિના જાતકોને કાર્યની કદર-પ્રશંસા થવાથી ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ ન થવાથી ચિંતા રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
સામાજિક-વ્યાવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકર સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. મિલન-મુલાકાત મુલત્વી રાખવી.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. માતૃપક્ષ-પિતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ઉચાટ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની સંયમતા રાખવી પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૨
Libra (તુલા: ર-ત)
કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સિઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. રાજકિય- સરકારી કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ રાખવી.
શુભ રંગઃ પીસ્તા - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને આપને ચિંતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
પરદેશના કામ અંંગેની મિલન-મુલાકાતમાં આપે ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
જમીન-મકાન-વાહનના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહેતા કામમાં રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪