Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુના રેલવે સ્ટેશન માર્ગે દબાણ દૂર કરાવતી પોલીસ

પતરાની આડશ, છાપરા દૂર કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસે દબાણ હટાવ ઝંુબેશ હાથ ધરી હતી. અને કેટલાક દબાણો મહાનગરપાલિકાના સહયોગ થી દૂર કરાયા હતા.

જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્રી ઝુલેલાલ મંદિર નજીકના રોડ પર અમુક ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને અમુક ધંધાર્થીઓએ વધારાની જગ્યામાં કબજો જમાવ્યો હતો તેમજ ઝુલેલાલ મંદિરની દીવાલ પાસે જ વધારાના પતરાની આડશથી દબાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય દુકાનદારોના પણ પતરાના શેડ વગેરેને પોલીસે દૂર કરાવ્યા હતા.

આ માટે મહાનગરપાલિકાની પણ મદદ લેવામાં આવી હતી. આમ, પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે સમાજના આગેવાનો, લોકો ટોળે વળ્યા હતા. જો કે, કોઈ અડચણ ઊભી ન થાય, તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh