Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ક સહિત બે રાશિના જાતકોને કાર્યની કદર થવાથી પ્રસન્નતા જણાય. કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસના પ્રારંભથી જ આપને બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
નોકરી-ધંધાના કામકાજ અંંગે આપે બહાર જવાનું બને. ભાઈ-ભાંડુવર્ગનો સહકાર મળી રહેતા રાહત જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કામને પૂર્ણ કરવા માટે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામકાજમાં આપને સાનુકૂળતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં ઉપરી-સહકાર્ય-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ અનુભવાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
પરદેશના કામકાજ અંગેની મુલાકાત થઈ શકે. પરંતુ ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે બીજું, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામમાં વધારો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
રાજકિય-સરકારી કામ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આપના ધાર્યા પ્રમાણેનુંં કામ થવાથી આનંદ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮