Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેરમેન જીતુભાઈ લાલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય હેમંત ખવાના હસ્તે
જામનગર તા. ૨૦: જામજોધપુરમાં જામનગર જિલ્લા સહકારી બેંકની શાખાની બેતાલીસ લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન બિલ્ડીંગનુ બેંકના ડાયરેકટર અને ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લોકાર્પણ કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
જામજોધપુરમાં ઘણાં વર્ષોથી જિલ્લા સહકારી બેંકની શાખા કાર્યરત છે. થોડા વર્ષો પહેલા આ બેંકની જગ્યા જર્જરીત થઈ ગઈ હતી જેના કારણે બેંકને અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ફેરવવા ફરજ પડી હતી. હાલ બેંકની માલિકીની જગ્યાએ નવી ઈમારત બની જતાં તા.૦૫ ના રોજ ગ્રાહકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજાએ જણાવેલ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સહકારી ક્ષેત્રને વેગ આપવા બનેલ સહકાર મંત્રાલય હેઠળ સમગ્ર ભારત દેશમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી છે.
જે ગામમાં સહકારી મંડળી કાર્યરત નથી તે ગામોમાં સહકારી મંડળીઓ ચાલુ કરી સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડુતો, પશુપાલકોને થતાં લાભો અંગે માહિતી પણ તેમણે આપી હતી.
કાર્યક્રમના અતિથિ વિશેષ અને જિલ્લા બેંકના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા બેંકના ભવિષ્યના આયોજન ટેકનોલોજી આધારીત નવિનીકરણ ડીજીટલ સેવાઓ અને તેમના કાર્યકાળ દરમ્યાન થયેલી થાપણ વૃદ્ધિ સહિત બેંક દ્વારા અપાતી તમામ સુવિધાઓ અને બેંક વધુને વધું આર્થિક રીતે મજબુત બને તે અંગેના તેમના અથાગ પ્રયાસો વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.તેઓએ જણાવ્યું હતું કે જામજોધપુરમાં જિલ્લા બેંકની શાખામાં ૯૮૦૦ ખાતા છે અને થાપણો રૂ।.૨૫ કરોડથી વધુ છે તેની સામે ધીરાણ રૂ।.૩૪ કરોડથી વધુ અપાયેલું છે. જે પૈકી ૬૮ ટકા ધિરાણ ન્યુનતમ વ્યાજદરનું છે. આ શાખાએ ગત વર્ષમાં રૂ।.૧ કરોડ ૭૨ લાખનો નફો કર્યો છે.
કાર્યક્રમના મુખ્ય ઉદઘાટક અને ધારાસભ્ય હેંમતભાઈ ખવાએ પોતાના પ્રવચનની શરૂઆતમાં બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને બેંકના મેનેજમેન્ટનો આભાર વ્યકત કરી અનેકવિધ મુદાઓ ઉપર પોતાનું ઉદબોધન આપતાં જણાવ્યું કે બેંકની તમામ સેવાઓ છેવાડાના ગામડાના ખેડૂત સભાસદોને મળી રહે તે માટે સુચન કર્યું અને બેંકનો સ્ટાફ પુરી વિશ્વસનીયતા સાથે પોતાની ફરજો બજાવે અને સરકારની તમામ યોજનાઓનો લાભ સભાસદોને મળતો રહે અને બેંક દ્વારા જે ગામોમાં બેંકીગ સેવાઓ ઉપલબ્ધ નથી ત્યાં બેકીંગ સેવાઓ એટીએમ મારફત મળી રહે તેવું આયોજન કરવા પણ તેઓ તરફથી સુચન કરવામાં આવેલ હતું અને બેંકમાં આવતાં સભાસદોને પુરી સગવડતા આપવી અને મંડળીઓના મંત્રીઓને કામ કરવા પણ જગ્યા ફાળવી આપવા જણાવ્યું હતું.
આ તકે જામજોધપુર એ.પી.એમ.સી.ના ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયતના સદસ્યો ભરતભાઈ ગોધમ, હેંમતભાઈ કરંગીયા, જામજોધપુર તાલુકા સંધના ડાયરેકટરો ધમભા જાડેજા, કિશોરસિંહ જાડેજા, ભીમશીભાઈ શીર, જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ડાયરેકટરશ્રીઓ મુકેશભાઈ સરધારા, પ્રવિણભાઈ કારેણા, જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટર લાલજીભાઈ વિઝુંડા, બેંકના પૂર્વ ઓફીસર જગદીશસિંહ જાડેજા, અગ્રણી રમણીકભાઈ અભંગી અને જામજોધપુર તાલુકાની મંડળીના પ્રમુખો-મંત્રીઓ, સહિતના આગેવાન અને બેંકના ઓફીસરો, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમની આભાર વિધિ બેંકના ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર ડો.મૌનિલ હાથીએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન બેંકના જનરલ મેનેજર અલ્પેશ મોલિયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial