Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં મતદાન મથકો આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા

ફોન, વાયરલેસ, સંદેશાવ્યવહારના સાધનો સાથે પ્રવેશબંધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેચવામાં ન તેમજ રાજકીય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતુ નિવારવા ઉપરાંત મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કોમ્યુનિકેશનના અન્ય વિજાણુ ઉપકરણો સાથે મતદાન મથક તેમજ તેની આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા તેમજ ચૂંટણી તથા મતદાન સબંધી અન્ય કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શારદા કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતના વિસ્તારમાં તા.૨૬/૦૪/ર૦૨૬ મતદાનના દિવસ માટે મતદાન મથકના ર૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ર૦૦ મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી  રાખી શકશે અને આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી.

મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી. મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે           નહી, દોરવી શકાશે નહી કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન,વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસ તા.૨૬/૦૪/ર૦૨૬ ના સવારનાં ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી (મતદાનના સમગ્ર સમય દરમ્યાન) પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh