Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાંથી ચોરાયેલા બાઈક સાથે એક શખ્સને પકડી લેતી પોલીસ

રૂ।.૭૦ હજારનું વાહન કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર નજીકના દરેડમાંથી થોડા દિવસ પહેલાં ચોરાઈ ગયેલા રૂ।.૭૦ હજારના પલ્સર મોટરસાયકલ સાથે વિભાપર નજીકની સોસાયટી માં રહેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરાઈ રહેલા પેટ્રોલિંગમાં દરેડ તરફથી એક શખ્સ ચોરાઉ મોટરસાયકલ પર આવતો હોવાની અને આ વાહન વેચવાની તે શખ્સ તજવીજ કરતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પીઆઈ વી.જે. રાઠોડની સૂચનાથી સ્ટાફે વોચ ગોઠવી જામનગરના ગુલાબનગર નજીકના વિભાપર ગામના પટેલ પાર્કમાં રહેતા નિલેશ ગોવિંદભાઈ ચુડાસમા નામના શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સ પાસે રહેલા જીજે-૧૦-ડીકે ૨૧૦૨ નંબરના બાઈક અંગે પૂછપરછ કરાતા આ વાહન ચોરાઉ હોવાનું ખૂલ્યું છે. દરેડમાંથી ચોરાયેલા રૂ।.૭૦ હજારના બાઈકને કબજે કરી પોલીસે નિલેશ ચુડાસમાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh