Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા કોમ્પોઝિટ સિમેન્ટ વેરિઅન્ટ ''હાથી પ્લસ''નું લોન્ચ

                                                                                                                                                                                                      

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપનીએ ૨૦૨૫ માં તેમના વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના લોન્ચ સાથે કંપનીના વિકાસને વેગ આપ્યો છે. એસસીએલ 'હાથી સિમેન્ટ', 'સિદ્ધિ સિમેન્ટ', 'સ્નોસેમ પેઇન્ટ્સ' તેમજ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં 'હાથી વોલ પુટ્ટી', 'હાથી ટાઇલ એડહેસિવ', 'પ્રાઇમ એએસી બ્લોક અને બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર'નું વેચાણ કરે છે.

એસસીએલ કંપની ૧૯૫૬થી સિમેન્ટ વ્યવસાયમાં છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા મજબૂત ડીલર નેટવર્ક દ્વારા ઓપીસી, પીપીસી અને પીએસસી જેવા સિમેન્ટ ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની રાણાવાવ અને સિદ્ધિગ્રામમાં પ્લાન્ટ્સ ધરાવે છે. ''ગુજરાતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ બનવા''ના વિઝન સાથે, એસસીએલ હંમેશાં વિશ્વસનીય પ્રોડક્ટ અને સર્વિસની સાથે અગાઉ રજુ કરેલ સિમેન્ટ વેરિએન્ટ ''હાથી પ્રાઇમ''ની જેમ સતત નવીનતા પણ ઑફર કરે છે.

૨૭ માર્ચ ૨૦૨૬, રામનવમીના તુરંત બાદ, એસસીએલ એ 'હાથી'ના ફ્લેગશિપ બ્રાન્ડ હેઠળ 'હાથી પ્લસ' કોમ્પોઝિટ સિમેન્ટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી એમ. એસ. ગિલોત્રા દ્વારા, અને ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર શ્રી. રણધીર સિંહના માર્ગદર્શન હેઠળ કંપનીના ચેનલ પાર્ટનર્સ વચ્ચે ધામધૂમથી આ નવી સિમેન્ટ વેરિઅન્ટનું રાજકોટમાં લોન્ચ કર્યું છે. 'હાથી પ્લસ' કોમ્પોઝિટ સિમેન્ટ, જેમાં છે હાઇ ગ્રેડ ક્લિંકર, ફ્લાય-ઍશ અને રિએક્ટિવ સ્લેગનું શક્તિશાળી બ્લેન્ડ, જેને લાંબા ગાળાની મજબૂતી માટે ખાસ એન્જિનિયર કરવામાં આવ્યું છે. દાયકાઓના અનુભવ પરથી બનેલ હાથી પ્લસનું એડવાન્સ ફોર્મ્યુલેશન, જે ૧૯૫૬થી હાથી બ્રાન્ડની વિશ્વસનીયતા, ઉત્કૃષ્ટતા અને સતત નવીનતાની પરંપરાને આગળ વધારે છે. હાથી પ્લસ કોમ્પોઝિટ સિમેન્ટ સ્ટ્રક્ચરને ભેજ, ક્ષાર અને કેમિકલ સામે પ્રતિકાર આપીને રિનફોર્સમેન્ટને કાટથી સુરક્ષિત રાખે છે અને લાંબું આયુષ્ય આપે છે. દરેક પ્રકારના બાંધકામમાં ટકાઉપણું અને મજબૂતી સુનિશ્ચિત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh