Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિત્રકૂટ સોસાયટીમાં અકળ કારણથી યુવાને ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૪: જામનગરના ઢંઢા ગામમાં વસવાટ કરતા એક પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રીને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ યુવતીએ ગયા શનિવારે ઝેરી પાવડર ફાકી લીધો હતો. આ યુવતીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધ્યું છે. જ્યારે ખોડિયાર કોલોની સામે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાને પોતાના ઘરમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જામનગર નજીકના ઢંઢા ગામમાં રામમંદિર પાસે વસવાટ કરતા નીરૂભા અણદુભા સોઢા નામના પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી જહાન્વીબાએ ગયા શનિવારે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી પાવડર ફાકી લીધો હતો. તેની જાણ થતાં આ યુવતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગઈકાલે આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા નીરૂભા સોઢાએ પોલીસને જાણ કરી છે.
આ બાબતની પંચકોશી બી ડિવિઝનના એએસઆઈ ડી.બી. જોગીયાએ નોંધ કરી નીરૂભાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રી જહાન્વીબાને ગયા શનિવારે ઘરકામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો તેથી માઠું લાગી આવતા આ યુવતીએ ઝેરી પાવડર ફાકી લીધો હતો. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વસવાટ કરતા રાજનભાઈ મનસુખભાઈ જોષી નામના ત્રીસ વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં રસોડામાં રહેલા પંખામાં હુંક સાથે દુપટ્ટો બાંધી કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો તેની ચારેક વાગ્યે પિતા મનસુખભાઈ રણછોડભાઈ જોષીને જાણ થઈ હતી. તેઓએ નીચે ઉતારી પુત્રને ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મનસુખભાઈએ પોલીસને જાણ કરતા સિટી સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમમાં ખસેડ્યો છે અને પિતાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial