Advertisement
Author: નોબત સમાચાર

'વ્હાલી દીકરી' યોજનાનો લાભ પહોંચાડવા જામનગર જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

ગ્રામ્ય- તાલુકા કક્ષાએ તથા ઓનલાઈન અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓ સુધી 'વ્હાલી દીકરી' યોજનાનો લાભ પહોંચાડવા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રૂ।. ૧ લાખ ૧૦ હજારની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.

જામનગર જિલ્લાની વધુમાં વધુ દીકરીઓ સુધી રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી વ્હાલી દીકરી યોજનાનો લાભ પહોંચાડવાના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે સંબંધિત વિસ્તારની મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ્ય/ તાલુકા કક્ષાએથી અરજીફોર્મ મેળવી શકશે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત અરજદાર પોતે પણ રંંૅ://ીદ્બટ્ઠરૈઙ્મટ્ઠાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠજ્રટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ/  વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાને સાર્થક કરવા, દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા, તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા સહિતના ઉદેશોને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી વ્હાલી દિકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીને દીકરીને કુલ રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમાં, પ્રથમ હપ્તોઃ   દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૪૦૦૦/- સહાય મળવાપાત્ર રહેશે. બીજો હપ્તોઃ    દીકરીને નવમાં ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૬૦૦૦/- સહાય મળવાપાત્ર રહેશે. ત્રીજો હપ્તો/છેલ્લો હપ્તોઃ દીકરીને ૧૮ વર્ષની ઉમરે પહોચે ત્યારે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે.

લાભાર્થીઓ અરજી સાથે લાભાર્થી દીકરીનું  જન્મ પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીનું આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોધણી પ્રમાણપત્ર, માતા-પિતાનું આધારકાર્ડ, રેશનકાર્ડ ( લાભાર્થી દીકરીનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી), નિયત નમુના મુજબ સ્વ-ઘોષણા, માતા-પિતા/વાલીનું કુલ વાર્ષિક આવક પ્રમાણપત્ર, નિયત એકરારનામું, લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ સહિતના આધાર પુરાવા સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરમાં અથવા ગ્રામ પંચાયતોમાં વીસીઈ મારફતે રજુ કરાવી શકશે. વ્હાલી દીકરી યોજના અંગે વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, જેએમસી કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, બીજો માળ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh