Advertisement
Author: નોબત સમાચાર

ફતેપુરમાં પૂ. ભોજલરામ બાપાને ૧૦ટ૧૦ નો રોટલો ધરાશે

જામનગરના હા૫ાના જલારામ મંદિર અને અન્નક્ષેત્ર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: ભોજલધામ (ફતેપુર - અમરેલી)માં જામનગરની સંસ્થા દ્વારા ૧૦ઠ૧૦ નો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગિનિસ વર્લ્ડ બુકમાં દાવો કરાશે.

જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર હાપા દ્વારા જામનગરમાં ૫.પૂ.સંત શિરોમણી જલારામ બાપાને ૭ઠ૭ નો રોટલો બનાવી અર્પણ કરી વિશ્વ વિક્રમ નોંધાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ હતું તે જ રીતે અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર-અમરેલી)માં ઉજવણી થનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વેળાએ તા.૫ ના સમારોહના સમાપનના પૂજય વંદનીય શ્રી જલારામબાપા જેમને રોટલામાં રામ ભાળ્યા તેમના સમર્થ ગુરૂદેવ પૂજય શ્રી ભોજલરામ બાપાના ચરણોમાં ૧૦ઠ૧૦ ફુટનો રોટલો બનાવી પૂભોજલરામ બાપાને અર્પણ કરી ગિનિસ બુકમાં વિશ્વ વિક્રમ નોંધાવવાનું કાર્ય કરવામાં આવશે. આ પ્રસંગે ભોજલધામના મહંત શ્રી ભકિતરામ બાપુ તથા ભૂપેન્દ્રભાઈ જોષી અને નિખીલભાઈ ઉપસ્થિત રહેશે.

આ વિક્રમી રોટલો પધરાવવાનો કાર્યક્રમ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલ અને જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી તથા જલારામ સેવા ટ્રસ્ટના નવનિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ પટેલ અને વિરલભાઈ સોનીની ઉપસ્થિતિમાં આ વિશ્વ વિક્રમ ધર્મકાર્ય આયોજીત કરવામાં આવશે. તેમ સંસ્થાએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh