Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાસત્તાક દિને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટ અને ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્સ), જીગ્નેશ નિર્મળને તેમની ઉત્કૃષ્ટ સેવાને ધ્યાનમાં લઈને મેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ગત્ તા. ર૬ જાન્યુઆરીના મહાનગરપાલિકા દ્વારા આયોજીત પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેળાએ મેયર વિનોદ ખીમસૂર્યાના હસ્તે ચીફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળને મેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
તેઓએ અનેક રિફોર્મસ અમલમાં મૂક્યા છે, જેમાં એકાઉન્ટીંગ (બજેટની ટેક્ષેશન, ફાયનાન્સીયલ એડમીનીસ્ટ્રેટિવ, ડિજિટલ રિફોર્મસ) નો સમાવેશ થાય છે.
વિવિધ રિફોર્મસ અન્વયે મહાનગરપાલિકાના આર્થિક હિત સાથે લોકોની સેવામાં વધારો થાય, લોકો/શહેરીજનો ઘરબેઠા મહાનગરપાલિકાની તમામ સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત કરી શકે તે દિશામાં અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે.
સેવા પરમોધર્મના સૂત્રને ચરીતાર્થ કરતા પોતાની મૂળ કામગીરી ઉપરાંત જેએમસી કનેક્ટ, સિટીઝન મોબાઈલ એપ્લીકેશન ઓફિસર્સ ૩૧૧, મોબાઈલ એપ, તેમજ વોટ્સઅપ ચેટબેટ, જેવી ઓનલાઈન સુવિધા તૈયાર કરાવી ડિજિટલ ઓનલાઈન સેવા પૂરી પાડી છે, તેમજ ઈ-ગર્વનન્સ ક્ષેત્રમાં મહાનગરપાલિકાની તમામ સેવા ઓનલાઈન કરાવી છે.
જીગ્નેશ નિર્મળએ મહાનગરપાલિકામાં છેલ્લા રર વર્ષથી પણ વધુ સમયગાળામાં કરાવાયેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial