Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમો અસ્પષ્ટ હોઈ, દુરઉપયોગનો વધુ ખતરો જણાવી સર્વોચ્ચ અદાલતે રેગિંગના મુદ્દે કરી ગંભીર ટિપ્પણીઓ
નવી દિલ્હી તા. ૨૯: સુપ્રિમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દેતા કહ્યું છે કે, દુરૂપયોગનો ખતરો હોવાથી આ અંગે વધુ સમીક્ષા કરવી જરૂરી છે. અદાલતો આ મુદ્ે આગામી સુનાવણી ૧૯મી માર્ચે રાખી છે.
કેન્દ્ર સરકારે યુજીસી માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહૃાો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહૃાા છે. એવામાં આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી.
આ નવા નિયમો પર રોક લગાવી દેતા સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહૃાું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી પછી કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૧૯ માર્ચે થશે.
ચીફ જસ્ટિસ આદેશ આપ્યો કે, ૨૦૧૨ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહૃાું કે, યુજીસીની ધારા ૩(સી) ગેરબંધારણીય છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહૃાું કે, સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહૃાું કે, આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ સમાજમાં વધતી જતી વર્ગ અને ઓળખ આધારિત વિભાજનની વૃત્તિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રેગિંગ પર વાત કરતા સીજેઆઈએ કહૃાું કે, રેગિંગમાં સૌથી ખરાબ એ થઈ રહૃાું છે કે દક્ષિણ ભારત કે પૂર્વોત્તરથી આવતા બાળકો પોતાની સંસ્કૃતિ સાથે લાવે છે, અને જે લોકો તે સંસ્કૃતિથી પરિચિત નથી હોતા, તેઓ તેમના પર ટિપ્પણીઓ કરવા લાગે છે. તેમણે વધુમાં કહૃાું કે, આજે આપણા સમાજમાં આંતર-જ્ઞાતિ લગ્નો પણ થઈ રહૃાા છે, અમે પોતે હોસ્ટેલમાં રહૃાા છીએ જ્યાં બધા લોકો સાથે રહેતા હતા.
સીજેઆઈ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતા કહૃાું કે, યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને આવી પરિસ્થિતિનો તોફાની તત્વો દ્વારા દુરુપયોગ થઈ શકે છે. તેમણે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરતાં કહૃાું કે, કેટલાક પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવા પર વિચાર કરો. જે મુદ્દાની સમીક્ષા કરે જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના વિભાજન વગર આગળ વધી શકીએ અને સૌનો વિકાસ થાય.
ઉલ્લ્ેખનિય છે કે, યુજીસી દ્વારા 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમો (પ્રમોશન ઓફ ઈકિવટી ઈન હાયર એજયુકેશન ઈન્સ્ટિટયુશન્સ રેગ્યુલેશન્સ-૨૦૨૬) નક્કી કરાયા છે, જે અંતર્ગત મુખ્ય ચાર આદેશ અપાયા છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે.
આ વિરોધ કરનારામાં મુખ્યત્વે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો છે. આ વિરોધ પાછળના મુખ્ય કારણોનું વિશ્લેષણ થઈ રહ્યુ છે, તે મુજબ નવા નિયમોમાં 'જાતિ આધારિત ભેદભાવ'ની વ્યાખ્યા માત્ર એસસી, એસટી અને ઓબીસી સુધી મર્યાદિત હોવાનો આક્ષેપ છે. આ નિયમોના વિરોધીઓનું કહેવું છે કે આનાથી સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અન્યાયના કિસ્સામાં રક્ષણથી વંચિત રહી જશે અને આ નિયમો ભેદભાવ દૂર કરવાને બદલે વધારશે.
તદુપરાંત આ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો કરનારા સામે સજાની જોગવાઈ હતી, જે હવે હટાવી લેવાઈ છે. તેનાથી એવી દહેશત છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. ભેદભાવની વ્યાખ્યામાં 'પરોક્ષ' અથવા 'અર્ધજાગૃત' વર્તનને પણ સામેલ કરાયું છે. આ નિયમના ટીકાકારોનું કહેવું છે કે આ શબ્દો ખૂબ જ અસ્પષ્ટ છે અને તેનો અર્થઘટન ગમે તે રીતે કરીને કોઈને પણ ફસાવી શકાય છે. કેટલાક લોકો આ નિયમોને 'કાળો કાયદો' ગણાવી રહૃાા છે. તેમનું માનવું છે કે ૨૪ કલાકની હેલ્પલાઇન અને 'ઈક્વિટી સ્ક્વોડ' જેવી વ્યવસ્થાઓથી કેમ્પસમાં દેખરેખ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે, જેનાથી સામાજિક સૌહાર્દ જોખમાશે.
આ મામલો સુપ્રિમ કોર્ટ માં પણ પહોંચ્યો છે. અરજદારોનો દાવો છે કે આ નિયમો બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે કારણ કે તે રક્ષણ આપવામાં ભેદભાવ રાખે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial