Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના માછીમારોની ત્રણ દિવસથી ચાલતી હડતાલ સમેટાઈઃ પ્રશ્નો ઉકેલવાની ખાતરી

પોલીસ-ફિશરીઝ-વહીવટી તંત્રે બેઠક યોજ્યા પછી

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨૬: સલાયાના ૬૦૦ થી ૭૦૦ માછીમારો તેમના અણઉકેલ પ્રશ્નોના ઉકેલની માગણી સાથે ફિશીંગ બોટ બંધ રાખીને ત્રણ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હતાં. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, ડીવાયએસપી તથા ફિશરીઝ વિભાગના અધિકારીએ હડતાલની છાવણીની મુલાકાત લીધી હતી અને આગેવાનો સાથે બેઠક યોજી હતી.

મુખ્ય માગણીઓમાં બોટ અને કોલના લાયસન્સ રિન્યુ સમયસર ન થતા હોય તેમજ આ કામગીરી માટે ઓખા સુધી જવું પડતું હોય, એ પ્રશ્ન હતો. જે બાબતે અધિકારી દ્વારા અઠવાડિયામાં એક વખત અહીં ફિશરીઝના અધિકારી સલાયા આવશે અને આ પ્રક્રિયા સલાયામાં થઈ જશે, જેથી એ મુદ્દે સમાધાન થયું હતું. પોલીસ દ્વારા પણ અભણ માછીમારો સાથે સુમેળભર્યું અને સરળ વર્તન કરી અને કાયદા વિશે માહિતગાર કરી અને કાયદાનું પાલન કરવામાં આવશે, તેમજ મત્સ્ય ઉદ્યોગના રિયલ ડ્રાફ્ટ સોફ્ટવેરમાં બોટના કલર અપડેટ અને લંબાઈ-પહોળાઈ બાબતે તેમજ રિન્યુ તેમજ નામ ચેન્જ બાબતે અપડેટ પ્રક્રિયામાં આવતા પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવા સકારાત્મક વલણ અપનાવ્યું હતું, તેમજ રિયલ ક્રાફ્ટ સોફ્ટવેરમાં કામ કરી શકે એ માટે અવર્નેસ કેમ્પ યોજી માછીમારોને માર્ગદર્શન આપવા પણ રજૂઆત કરાઈ હતી, જે માટે માછીમારોને માર્ગદર્શન મળી રહે એવા કેમ્પનું આયોજન પણ કરાશે. અમુક માગણીઓ જે નીતિવિષયક હોય જે બાબતે યોગ્ય રજૂઆત ઉપર કરવામાં આવશે એવી ખાતરી અપાઈ હતી. માછીમાર સમાજના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થતા માછીમાર મંડળીના પ્રમુખ સીદિકભાઈ જસરાયા દ્વારા હડતાલ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh