Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમો પાળવા ન હોય તો ચાલતી પકડોઃ સીજેઆઈ
નવી દિલ્હી તા. ૩: ભારતના બંધારણ તથા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો તેમ જણાવી સુપ્રિમ કોર્ટે વોટ્સએપને ફટકાર લગાવી છે.
સુપ્રિમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. ર૦ર૧ ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થઈ, જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્સએપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વ્હોટ્સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે. સીજેઆઈ સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈપણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ.
તેમણે વધુમાં કહ્યું કે કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર ધરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડનું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે? તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા અવો છે તો બિહારના ગામમાં રહેતા લોકોનું શે સમજાશે. ડોક્ટર વ્હોટ્સએપ માં ત્રણ દવા લખીને આપે તો પાંચ મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે.
સુનાવણી પછી સુપ્રિમ કોર્ટે તમામ પક્ષોને નોટીસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે ૯ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે.
સુપ્રિમ કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે, ર૦ર૪ ના નવેમ્બર મહિનામાં સીસીઆઈ એ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ ર૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકાર કરવા મજબૂર કર્યા. જે પછી મેટા કંપની સુપ્રિમ કોર્ટ પહોંચી હતી, જ્યાં તેમને તથા વ્હોટસએપ કંપનીને ફટકાર ખાવી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial