Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર જયોતિર્લિંગ નાગેશ્વર મંદિરે ૧૫ ફેબ્રુ.ના ઉજવાશે મહાશિવરાત્રિ પર્વ

આરતી-ચાર પ્રહર પૂજા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન ફરજિયાત !

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે ૧૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વની ધર્મમય ઉજવણી થશે. જેમાં આરતી- ચારપ્રહર પૂજા માટે એડવાન્સમાં નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું જણાવાયું છે.

દ્વારકાથી ૧૬ કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે મહા વદ ૧૪, તા.૧૫-૦૨-૨૦૨૬ને રવિવારના મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે.

મહાશિવરાત્રિએ શિવજીની આરાધનાનું મહાપર્વ હોય આ પાવન પર્વે ભાવિકો દ્વારા શિવજીની વિશેષ આરાધના કરવામાં આવે છે. નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્રિના ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે. મહાશિવરાત્રિ પર્વે નાગેશ્વર જયોતિર્લિંગમાં પ્રાતઃ આરતી સવારે ૫:૦૦ કલાકે, શૃંગાર દર્શન સવારે ૫ થી ૮ વાગ્યા સુધી તેમજ નીરાજન મહા આરતી રાત્રિના ૮ કલાકે યોજાશે જેમાં બહોળી સંખ્યામાં શિવભકતો જોડાશે. નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ભાવિકો તથા તંત્રની મદદથી યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે.

શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના ૯ થી ૧૧ સુધી, દ્વિતીય પ્રહર રાત્રે ૧૧ થી ૧ સુધી, તૃતીય પ્રહર રાત્રે ૧ થી ૩ સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે ૩ થી ૫ વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમ્યાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના ૧૨ કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh