Advertisement
Author: નોબત સમાચાર

ધરારનગર સાત નાલા પાસે રેલવે ટ્રેક પર ચાલ્યા જતાં યુવાનને ટ્રેનની ટક્કરઃ મૃત્યુ

આંચકી આવી ગયા પછી નગરના પ્રૌઢાનું મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં વસવાટ કરતા એક પ્રૌઢ ગઈકાલે સાંજે સાત નાલા પાસેથી રેલવે ટ્રેક પર ચાલ્યા જતાં હતા ત્યારે ટ્રેન હડફેટે ચઢી જતાં મોતને શરણ થયા છે. હૃદયની બીમારીથી પીડાતા એક પ્રૌઢાને આંચકી આવી ગયા પછી સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાની તપાસ હાથ ધરી છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં વસવાટ કરતા મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વતની હુસેનભાઈ નુરમામદભાઈ પતાણી (ઉ.વ.૪૫) નામના યુવાન ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા પછી સાત નાલા પુલ નજીક રેલવે ટ્રેક પર ચાલ્યા જતા હતા.

આ વેળાએ કોઈ ટ્રેનની ઠોકરે ચઢી ગયેલા હુસેનભાઈને માથા તથા કમરની નીચેના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારપછી પુલ પરથી નીચે પડી ગયેલા હુસેનભાઈને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરાઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના ડોક્ટરે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પત્ની હર્ષિદાબેન પતાણીએ પોલીસને જાણ કરી છે.

જામનગરના કૃષ્ણનગરમાં આવેલા આઝાદ ચોકમાં વસવાટ કરતા રસીલાબેન જગદીશભાઈ કવા (ઉ.વ.૫૪) નામના પ્રૌઢાને હૃદયની બીમારી લાગુ પડતા ચારેક મહિનાથી તેની સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન રવિવારે રાત્રે આ પ્રૌઢાને આંચકી આવી જતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રસીલાબેનનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર મયુરભાઈ કવાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh