Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"રામ ભક્તિથી રાષ્ટ્ર ભક્તિ"ના મંત્ર સાથે
જામનગર તા. ૨૬: વનબંધુ પરિષદ જામનગર શાખા દ્વારા 'એકલ અભિયાન' અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. "રામ ભક્તિથી રાષ્ટ્ર ભક્તિ" ના મંત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રંગો અને એકલ અભિયાનની ઝલક જોવા મળશે.
ભારતના અંતરિયાળ, વનવાસી અને પહાડી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત 'એકલ અભિયાન' આજે વિશ્વનું સૌથી મોટું જન-આધારિત ગ્રામીણ શિક્ષણ અને વિકાસ આંદોલન બની ગયું છે. "એક શિક્ષક-એક વિદ્યાલય-એક ગ્રામ"ના મંત્ર સાથે આ અભિયાન માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ આરોગ્ય, સ્વાવલંબન અને રાષ્ટ્ર ભક્તિના સંસ્કારોનું સિંચન કરી રહ્યું છે.
એકલ અભિયાનના મુખ્ય પાંચ આયામો ગ્રામીણ જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યો છે. શિક્ષણ માટે સ્થાનિક યુવાનોને આચાર્ય તરીકે તાલીમ આપી પ્રાથમિક શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતા પૂરી પાડવી, ગ્રામીણ સ્તરે પોષણ, સ્વચ્છતા અને આયુર્વેદિક સારવાર અંગે જાગૃતિ લાવી આરોગ્ય ઉપરાંત ગ્રામ વિકાસમાં જૈવિક ખેતી, જળ સંરક્ષણ અને વૃક્ષારોપણ દ્વારા આત્મનિર્ભર ગામની પરિકલ્પના પણ સાકાર કરવા પ્રયત્નશીલ છે. મહિલાનું સશક્તિકરણ થાય અને સ્વયં સહાયતા જૂથો અને કૌશલ્ય તાલીમ દ્વારા બહેનોને આર્થિક રીતે સદ્ધર બનાવવા પણ પ્રયાસ થઈ રહયા છે. સાથે યુવાનોમાં જાગૃતિ લાવી રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવવા પણ એકલ અભિયાન પ્રયાસો કરી રહ્યું છે.
ભારતભરના ૩૦૦થી વધુ શહેરોમાં અને અમેરિકા તેમજ યુએઈ જેવા દેશોમાં ૧૦૦થી વધુ સફળ કાર્યક્રમો આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત જમ્મુ-કાશ્મીરના દીકરી બહેન કરૂણા ઠાકુરના નેતૃત્વમાં તા. ૨૭-૨-૨૬, શુક્રવારે સાંજે પ થી ૮ વાગ્યા દરમ્યાન જામનગરના ટાઉનહોલમાં શ્રેેષ્ઠીઓ અને આમંત્રિતો માટે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય કૃષ્ણમણીજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં એકલ અભિયાનના વનવાસી કલાકારો દ્વારા રામ ભક્તિ અને દેશ ભક્તિના રંગો સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થનાર છે.
આ એકલ સુરતાલ કાર્યક્રમ માટે વનબંધુ પરિષદ, જામનગર શાખાના બાલ કિશન સાબુ, ભાણજીભાઈ પાંભર, દીપક ભાઈ મહેશ્વરી અને અન્ય સમિતિ સભ્યો ટીમ બનાવી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ કિંજલભાઈ કારસરીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial