Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના શખ્સે પતાવી દેવાની ધમકી પણ ઠપકારીઃ
જામનગર તા. ૧૮: દ્વારકા શહેરમાં અમૃતસરી કુલચા નામનંુ રેસ્ટોરન્ટ શરૂ કરવા ફ્રેન્ચાઈઝી આપનાર અમદાવાદના એક શખ્સે દ્વારકાના ડોક્ટરને મીઠી વાતોમાં ભોળવી રૂ।.૯ લાખ લઈ લીધા પછી માત્ર એક મહિનામાં રેસ્ટોરન્ટ બંધ કરાવી દેતા ડોક્ટરે પોતાની રકમ પરત માંગી હતી. છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરનાર અમદાવાદના શખ્સે ડોક્ટરને પૈસા લેવા આવશો તો ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકા શહેરમાં રેલવે સ્ટેશન પાસે આદર્શ હોસ્પિટલ ચલાવતા અને મુરલી મંદિર નજીક રહેતા ડો. દેવશીભાઈ ડાડુભાઈ કરંગીયા (ઉ.૩૩)ના સંપર્કમાં ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના ચાંદખેડા નજીક શ્રીજી રોડ પર સ્વાગત સ્ટેટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા બલરાજસિંગ સાલવંતસિંગ પન્નુ આવ્યા હતા.
આ વેળાએ બલરાજસિંગે અમરીતસરી કુલચા નામની પેઢીની ફ્રેન્ચાઈઝી લેવા ડોક્ટર સાથે વાત કરી હતી. છોલેકુલચે બનાવતી આ પેઢીની ફ્રેન્ચાઈઝી માટે વાત કરી દ્વારકા શહેરમાં તેની ફ્રેન્ચાઈઝી શરૂ કરાવવા રૂ।.પ લાખ આપવા પડશે તેમ કહેતા ડો. ડી.ડી. કરંગીયાએ તે રકમ આપી હતી.
ત્યારપછી આ પેઢીના રસોડાના સેટઅપ (સાધનો) માટે રૂ।.સાડા ત્રણ લાખ મેળવાયા હતા અને તેમાં કામ કરવા આવતા સ્ટાફ માટે એડવાન્સ પગાર પેટે રૂ।.પ૦ હજાર મળી કુલ રૂ।.૯ લાખ બલરાજસિંગે લીધા હતા. ત્યારપછી ફ્રેન્ચાઈઝી દ્વારકા શહેરમાં શરૂ કરવામાં આવી હતી.
માંડ એકાદ મહિના સુધી ચાલુ રહેલા આ રેસ્ટોરન્ટમાંથી બલરાજસિંગે મોકલેલા માણસોને પરત બોલાવી લેતા આ રેસ્ટોરન્ટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. તેથી ડોક્ટર કરંગીયાએ પોતાની રકમ પરત માંગી હતી. અમદાવાદ જઈ આ આસામીએ બલરાજસિંગને મળી વાત કરતા ફરીવાર પૈસા માંગવા આવશો તો ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપવામાં આવતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ડો. કરંગીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બલરાજસિંગ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial