Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદો તથા કેબિનેટ મંત્રીના પ્રયાસો પછી
ખંભાળિયા તા. ૬: ખંભાળિયામાં ઘી નદીની વેલ તથા તેલી નદી પાસેથી ગંદા પાણીના નિકાલની બે યોજના માટે તૈયારી ચાલી રહી છે. ખંભાળિયા પાલિકા દ્વારા ઘી નદી તથા તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરૂ થયો છે, અને વ્યાપક દબાણો નોટીસો અપાઈ છે.
ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ઘી નદીમાં ગાંડી વેલના પ્રશ્ન તથા ગંદી થતું હોય તથા તેલી નદી પાસે બેઠકથી સુખનાથ મહાદેવ સુધી ગટરનું પાણી ભરાતા વ્યાપક ગંદકી પાણીમાં જાતી હોય, ખંભાળિયાના વતની તથા રિલાયન્સના અગ્રણી તથા સાંસદ પરિમલ નથવાણીની ખાસ રજૂઆત પરથી રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઘી તથા તેલી નદીમાં ગંદા પાણીના નિકાલ માટે ખાસ યોજના માટેના ર૭ કરોડ મંજુર કરતા આ યોજનાનું ટેન્ડરીંગ થઈ જતા પાલિકા દ્વારા હાલની હયાત નદી તથા કાયદેસરની નદીની સ્થિતિ અંગે પાલિકા તંત્ર દ્વારા સિટી સર્વેની ટીમ તથા નક્શા સાથે સર્વે શરૂ કર્યો હતો. મહાપ્રભુજી બેઠકથી છેક સ્ટેશન રોડ, સુખનાથ મહાદેવ સુધી નદીની બન્ને તરફના વિસ્તારોમાં થયેલ દબાણો અંગે સર્વે તથા માપ કર્યા પછી દબાણવાળા આસામીઓને નોટીસો આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા ગઈકાલે ઘી નદીમાં પણ રામનાથથી ખામનાથ સુધી બોટ મૂકીને ક્યાં ક્યાં દબાણો થયા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા તથા ઈજનેર એન.આર. નંદાણિયાની આગેવાનીમાં કામગીરી શરૂ થઈ છે. પાલિકા ઈજનેર નંદાણિયાએ જણાવેલ કે આ કરોડોની યોજના કે જે ઘી નદી તથા તેલી નદીમાં જતા ગંદા પાણીના નિકાલ માટેની છે. તેમાં દબાણો હટાવાય તો જ યોજના કાર્યાન્વિત થાય તેમ હોય, તંત્રોને સાથે રાખીને નોટીસો પછી ડિમોલીશનની કામગીરી પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial