Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ સુદૃઢ આયોજન, તાલીમ, સમન્વય મજબુત બનાવવાની સૂચના
જામનગર તા. ૨૬: જામનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ અંગે કલેકટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગરમાં તા.૨૩ના રિલાયન્સ રિફાયનરી તથા તા.૨૪ના કલેકટર કચેરી તથા ક્રિસ્ટલ મોલમાં રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર, વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો, જિલ્લા પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગોએ સંકલિત રીતે ભાગ લીધો હતો. આ અંગે ચર્ચા અને સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક તથા એન.એસ.જી.ના કમાન્ડોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં લગત વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન મોકડ્રિલ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી, વિભાગો વચ્ચેનું સંકલન, સમયસર પ્રતિસાદ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે કલેકટર કેતન ઠક્કર દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, ઇન્સીડન્ટ કમાન્ડરો, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતિનિધિ તથા એન.એસ.જી. કમાન્ડો અને અન્ય અધિકારીઓએ મોકડ્રીલને લઈને પોતાના અનુભવો, સારી કામગીરી અને લર્નિંગ પોઈન્ટ્સ જણાવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ભવિષ્યમાં વધુ સુદૃઢ આયોજન, તાલીમ અને ટેકનિકલ સુધારાઓ માટે સૂચનો આપ્યા હતા. તેમજ વિવિધ વિભાગોને નિયમિત તાલીમ અને આંતરિક સમન્વય મજબૂત બનાવવાની સૂચના આપી હતી. જામનગર જિલ્લામાં યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ દ્વારા તંત્રોની તૈયારીઓ અને ક્ષમતા વધુ મજબૂત બની હોવા અંગે તેઓએ જણાવ્યું હતું. એકંદરે બન્ને મોકડ્રીલ સંકલિતપણે સફળતાપૂર્વક સંપન્ન થઈ હોવાનુ તારણ કઢાયુ હતું.
કલેકટરે બોલાવેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ મ્યુનિસીપલ કમિશનર ઝાલા, એનએસજીના કમાન્ડરો જીતેન્દ્ર શુકલ અને લક્ષ્ય જૈન, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતિનિધિ તેમજ લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial