Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી
નવી દિલ્હી તા. ૨૦: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલે સંન્યાસની જાહેરાત કરી છે. છેલ્લા ૨ વર્ષથી ઘુંટણની ઈજાથી પરેશાન સાયના નહેવાલે કહૃાું હવે તેનું શરીર ઈન્ટરનેશનલ લેવલનું પ્રેશર સહન કરી શકતું નથી.
લંડન ઓલિમ્પિકમાં ૨૦૧૨ બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતા સાયના નહેવાલ તેની છેલ્લી મેચ સિંગાપુર ઓપન ૨૦૨૩માં રમી હતી પરંતુ તે સમયે તને ઔપચારિક રૂપથી સંન્યાસની જાહેરાત કરી ન હતી.
એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન સાયના નહેવાલે કહૃાું કે, તેમણે અંદાજે ૨ વર્ષ પહેલા રમવાનું બંધ કરી દીધું હતુ. તેમને લાગ્યું કે, તેમણે રમતની શરૂઆત પોતાના દમ પર કરી અને પોતાના નિર્ણયથી જ રમત છોડી. એટલા માટે કોઈ જાહેરાતની જરૂર ન હતી. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહૃાું કે, જ્યારે કોઈ ખેલાડી રમવાની સ્થિતિમાં ન હોય તો તેને આ સ્વીકાર કરવું યોગ્ય હોય છે. જો તમે રમવાને લાયક નથી તો બસ વાત અહી જ પૂર્ણ થઈ જાય છે.
રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં તેને ઘુંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ૨૦૧૭માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ ૨૦૧૮માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે મેડલ જીત્યો હતો. તેમના નામે બે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ, ત્રણ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ અને ૧૦ થી વધુ સુપર સિરીઝ ટાઇટલ છે.
પૂર્વ વર્લ્ડ નંબર-૧ બેડમિન્ટન ખેલાડી સાયનાએ કહૃાું કે, તેને ઘુંટણની સમસ્યા હતી. તેમણે કહૃાું કે, કાર્ટિલેજ સંપુર્ણ રીતે ઘસાય ચૂક્યું હતુ. તેમને આર્થરાઈટિસ છે. જેથી આગળ રમવું મુશ્કેલ છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, તેને ઔપચારિક જાહેરાતની કોઈ જરૂર નથી. ધીમે ધીમે લોકો સમજી જશે કે, સાયના નહેવાલ હવે રમતી નથી.
વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી બનવા માટે દરરોજ ૮-૯ કલાકની સખત મહેનત કરવી પડે છે, પરંતુ માત્ર ૧-૨ કલાકની તાલીમ પછી સાયનાના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો. ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ગંભીર ઈજા બાદ, તેણે ૨૦૧૮ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને શાનદાર વાપસી કરી, પરંતુ દુઃખાવો ચાલુ રહૃાો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial