Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સ્મશાનના પાર્કિંગમાં મહિલાઓ બાખડી પડીઃ હુમલાની સામસામી ફરિયાદ

એક મહિલાનું મંગળસૂત્ર અને બીજાનો ચેઈન પડી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના સ્મશાનના પાર્કિંગમાં ગઈકાલે રાત્રે બે મહિલા વચ્ચે બોલાચાલી પછી છૂટાહાથની મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. મારામારીમાં એક મહિલાનું સોનાનું મંગળસૂત્ર અને બીજી મહિલાનો સોનાનો ચેઈન પડી ગયો છે. પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર નજીક આવેલા મોહનનગરના આવાસમાં વસવાટ કરતા રીટાબેન પ્રશાંતભાઈ નામના મહિલા ગઈકાલે સાંજે પોતાના નિત્યક્રમ મુજબ નાગનાથના નાકા નજીક આવેલા સોનાપુરીમાં માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી નવેક વાગ્યે પરત જવા માટે નીકળી રીટાબેન જ્યારે સોનાપુરીના પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે અગાઉ તેમના બહેનપણી રહી ચૂકેલા દિવ્યાબેન હિતેશભાઈ કોરડીયા તેમજ હિત કોરડીયા અને આદિત્યસિંહ ઝાલા ધસી આવ્યા હતા.

આ વ્યક્તિઓએ રીટાબેન ગઢવી સાથે બોલાચાલી કરી હુમલો કર્યાે હતો. હિત તથા આદિત્યએ ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વેળાએ ઝપાઝપીમાં રીટાબેનનું સોનાનું મંગળસૂત્ર ક્યાંક પડી ગયું હતું. તેઓએ સિટી બી ડિવિઝનમાં દિવ્યાબેન, હિત તથા આદિત્યસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે દિવ્યાબેન હિતેશભાઈ કોરડીયાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે સ્મશાનના પાર્કિંગમાં તેઓ પોતાનું સ્કૂટર કાઢતા હતા ત્યારે એક અજાણ્યા મહિલાએ પાછળથી સ્કૂટર ખેંચી રાખતા દિવ્યાબેન નીચે ઉતર્યા હતા. આ વેળાએ રીટાબેન ચૌહાણ તથા આ મહિલાએ તેણી પર હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો. દિવ્યાબેનને બચાવવા તેમનો પુત્ર હિત વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. મારામારીમાં દિવ્યાબેનનો ચેઈન ક્યાંક પડી ગયો હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh