Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષામાં બેસી વર્લીના આંકડા લખતા પાંચ પકડાયાઃ
જામનગર તા. ૫: જામનગર નજીકના દરેડથી મસીતિયા તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ પરપ્રાંતીય સહિત છને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૧૧૩૫૦ કબજે કરાયા હતા. જકાતનાકા પાસે રિક્ષામાં વર્લીના આંકડા લખતા પાંચ શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા હતા. રિક્ષા, રોકડ, મોબાઈલ સહિત રૂ।.૮૦૩૨૦નો મુદ્દામાલ ઝબ્બે લેવાયો હતો.
જામનગરના દરેડ ગામથી મસીતીયા તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ વી.જે. રાઠોડની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી શિવપાર્ક સોસાયટી નજીક ગંજીપાનાથી જુગાર રમતા અમઝદખાન ઈકરામખાન અબ્બાસી, અબ્દુલસૈયદ અબ્દુલહાફીઝ કાદરી, શાકીર સમીરભાઈ, મોહસીન શાકીર અંસારી, મુફતીયાઝઅલી માસુકઅલી, સાજીદ બલુખાન નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૧૩૫૦ રોકડા કબજે કરી તમામ છ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગોકુલનગર નજીક આશાપુરા સર્કલથી આગળ જકાતનાકા જવાના રસ્તા પર ગઈકાલે સાંજે એક રિક્ષામાં બેસી કેટલાક શખ્સો વર્લીનું બેટીંગ લેતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી દરોડો પાડતા જીજે-૮-એટી ૨૭૦૪ નંબરની રિક્ષા મળી આવી હતી.
આ રિક્ષામાં બેસી વર્લીના આંકડા લખતા રામભાઈ દેવાભાઈ ચાવડા, બાબુભાઈ ભોવાનભાઈ ભારથી, જયસુખ શાંતિલાલ સોનગરા, કરશનભાઈ હરદાસભાઈ ગોજીયા, અકબર મામદ ખીરા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. રૂ।.૧૦૩૨૦ રોકડા, ચાર મોબાઈલ, રૂ।.૫૦ હજારની રિક્ષા મળી કુલ રૂ।.૮૦૩૨૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વર્લીના આંકડા લખેલી ડાયરી પણ ઝબ્બે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial