Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાએ ઢીકાપાટુથી માર મારી ધમકી આપીઃ
જામનગર તા. ૨૪: જામનગરના ગુલાબનગરમાં વસવાટ કરતા એક પ્રૌઢા ગયા શનિવારે પોતાના પુત્રવધૂના ઘેર ગયા પછી પાટલો ધોઈ નાખવાનું તેઓએ કહેતા એક શખ્સ તથા ચાર મહિલાએ તેઓની સાથે ઝઘડો કર્યાે હતો. એક મહિલાએ ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં રહેતા રોશનબેન ગુલમામદ ખફી નામના મહિલા ગયા શનિવારે બપોરે પોતાના વહુ અસ્માબેનના ઘેર ગયા હતા. જ્યાં તેઓએ ખરાબ થઈ ગયેલો પાટલો ધોઈ નાખવાનું કહેતા મામલો બીચક્યો હતો.
આ પ્રૌઢાને રૂકસાનાબેન જેમ તેમ બોલવા માંડ્યા હતા. તે પછી રૂકસાનાબેને ફિરોઝભાઈ તથા રોશનબેનને બોલાવતા ઝઘડો વધ્યો હતો અને ફિરોઝભાઈએ ગાળો ભાંડી હતી. રોશનબેને ધક્કો મારી રોશનબેન ગુલમામદને પછાડયા હતા. ત્યારપછી મહેકબેન તથા સાયનાબેન આવ્યા હતા. તેઓએ પણ ગાળો ભાંડી હતી અને રૂકસાનાબેને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial