Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની બે સેવાભાવી સંસ્થાઓ આગામી ચોમાસા પહેલા ર૮ ગામના તળાવો ઊંડા ઉતારશેઃ પ્રશંસનિય

સરકારના સહયોગ વિના દાતાઓના ફંડ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૫: જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સંયુક્ત રીતે આગામી ચોમાસા પહેલા જામનગર જિલ્લાના ર૮ ગામડાઓના તળાવો ઊંડા ઉતારવાના કાર્યનો શુભારંભ થયો છે.

'વર્ષા જળ સંચય' માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી પ્રેરાઈ બીજેએસ જૈન સંગઠન જામનગર દ્વારા વર્ષ ર૦ર૪ અને વર્ષ ર૦રપ માં ૧ર ગામડાઓના ૧પ તળાવો ઊંડા ઉતારી ૧૮ કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવાના પરિણામોથી પ્રેરાઈ, જામનગરની બે માતબર સેવાભાવી સંસ્થાઓ (૧) બીજેએસ-જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર અને (ર) રોટરી ક્લબ ઓફ જામનગરે સંયુક્ત રીતે વર્ષ ર૦ર૬ ના ચોમાસા પહેલા સ્વભંડોળથી ર૮ ગામડાના તળાવો ઊંડા ઉતારી ૩પ કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા કમર કસી છે.

જામનગર જિલ્લાના ગામડાઓના સર્વે અને ગ્રામ-સભાઓ યોજવામાં આવી રહી છે અને સરકાર દ્વારા 'સુજલામ્ સુફલામ'નો પરિપત્ર જાહેર થતા જ મચ્છુ-બેરાજા, ડબાસંગ, આરબલૂસ, આરીખાણા, ચંપા-બેરાજા, ઠેબા, સડોદર, રાવલસર, બાલાચડી, ઈશ્વરિયા, ધ્રોળ, મોટા-વાગુદડ, ધુન-ધોરાજી જેવા કુલ ર૮ ગામના તળાવો ઊંડા ઉતારવાનું કાર્ય શરૂ કરવામાં આવશે.

તા. ૧૯-ર-ર૬ ના મચ્છુ-બેરાજા ગામે સંસ્થાના પ્રતિનિધિઓ સર્વે જીગ્નેશ શાહ, હિતેષ ચંદરિયા, શરદ શેઠ, સમીર મહેતા, નિહાર માલદે, જયેશ મહેતા વિગેરેની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ સહકાર આપવા તત્પરતા દર્શાવેલ. આ જ રીતે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ ગ્રામ સભાઓ યોજવામાં આવનાર છે.

જળ સંચયના આ સેવા યજ્ઞ માટે કંપનીઓના સીએસઆર ફંડ, દાતાના દાન અને ગ્રામજનોના સહકારથી ભંડોળ એકત્રિત કરી, સરકારનો કોઈ આર્થિક સહયોગ લીધા વગર સ્વભંડોળથી જ કાર્ય સંપન્ન કરવામાં આવશે. જળ સંચય, પર્યાવરણની સુરક્ષા, સ્વચ્છતા વિગેરે ફક્ત સરકારની જ નહીં, આપણા સર્વેની ફરજ છે. જનશક્તિથી જ આવા કાર્યો સુગમતાથી સંપન્ન થઈ શકે. જળસંચયના સેવાયજ્ઞમાં તન-મન-ધનથી સહયોગ આપવા ઈચ્છા ધરાવતા લોકો સંસ્થાના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh