Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ જાન્યુઆરીથી રપ જાન્યુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

તુલા સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ભાગ્યનો સાથ મળે, કાર્યબોજ વધે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે સામાજિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપ આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં નોંધપાત્ર વધારો નોંધી શકશો. મિત્રો, સગા-સ્નેહીનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. મોજશોખ પાછળ સમય અને નાણાનો વ્યય થાય. તા. ૧૯ થી રર વ્યસ્તતા. તા. ર૩ થી રપ માન-સન્માન.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતમાં પણ ઘર્ષણ થઈ શકે છે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. જાહેર જીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી થાય. તા. ૧૯ થી રર વિવાદ ટાળવા. તા. ર૩ થી રપ સફળતાદાયક.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. તા. ૧૯ થી રર ખર્ચ-વ્યય. તા. ર૩ થી રપ મિશ્ર.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના અગત્યના નિર્ણયો સમજી-વિચારીને લેવા. કોઈના દરોવાયા દોરવાઈ જવું નહીં. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ કારગત નીવડે. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૯ થી રર સાવચેત રહેવું. તા. ર૩ થી રપ સારી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પારિવારિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ તરફથી લાભ પ્રાપ્ત થાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય પ્રતિકૂળ બની રહે. શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. વ્યાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેે. જુના રોગોમાંથી મુક્તિ મળે. તા. ૧૯ થી રર સારી. તા. ર૩ થી રપ મિશ્ર.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સામય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રફૂલ્લિત રહી શકો. પરિવારજનો, સગા-સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ૧૯ થી રર સુખમય. તા. ર૩ થી રપ ખર્ચાળ.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન અટવાયેલા કાર્યોને વેગ મળે. ભાગ્યનો સાથ મળતા ધાર્યા કામો પાર પડતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સુખદ પરિવર્તન સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનતા નાણાકીય પ્રશ્નો હલ થતા  જણાય. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓ સક્રીય બનતા લાગે. આપના માન-સન્માનને હાની પહોંચાડી શકે. સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ એકંદરે સારૂ જણાય છે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. ગૃહસ્થ જીવનમાં પરસ્પર સ્નેહ-સહકાર મળી રહે. તા. ૧૯ થી રર કાર્ય સફળ. તા. ર૩ થી રપ મધ્યમ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકો છો. તમે ધારેલા લક્ષ્યોને મેળવવા માટે તનતોડ મહેનત કરશો, જેના કેટલાક સારા પરિણામ પણ જોઈ શકશો, જો કે વધારે પડતા કામના ભારણને કારણે માનસિક પરિતાપનો પણ અનુભવ થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે તથા કોલ-કરારો થઈ શકે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ સાથે બોલા-ચાલી ટાળવી સલાહભરી રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસક્રમમાં રૂચિ વધે. આરોગ્ય મધ્યમ રહે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા રહે. તા. ૧૯ થી રર વ્યસ્તતા રહે. તા. ર૩ થી રપ વાદ-વિવાદ ટાળવો.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય વજન ઓછું થતું જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થઈ શકે. આવકની સાથે જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. સ્વાસ્થ્ય બાબતે કફ સંબંધિત રોગોથી પરેશાની રહે. ઘર-પરિવારમાં વાતાવરણ સુખ તથા શાંતિમય રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ વિવાદ હશે તો દૂર થાય. જમીન-મકાન-મિલકતના કાર્યોમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જરૂરી બને. જાહેરજીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. નવી મુલાકાત થકી ભવિષ્યમાં લાભ થઈ શકે. તા. ૧૯ થી ર૧ મિલન-મુલાકાત. તા. રર થી રપ ખર્ચ-વ્યય.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે માન-સન્માનમાં વૃદ્ધી કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-મોભા-મરતબામાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. નોકરિયાત વર્ગને કાર્યબોજ ઘટે. તા. ૧૯ થી રર માન-સન્માન. તા. ર૩ થી રપ સામાન્ય.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધો વધુ ગાઢ બનતા જણાય. સ્નેહીજનો-પરિવારજનો સાથે સુખરૂપ સમય વિતાવી શકશો. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૧૯ થી રર આનંદદાયી. તા. ર૩ થી રપ સાનુકૂળ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા રહે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન આપવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત અને સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૯ થી રર શુભ ફળદાયી. તા. ર૩ થી રપ સંભાળ રાખવી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh