Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છત્તીસગઢ-તેલંગાણા સરહદ નજીક આવેલા
નવી દિલ્હી તા. ૭ : પહલગામ હૂમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ અને કુલ ૯ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલથી હૂમલો કર્યો. બીજી તરફ નકસલવાદ વિરૂદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં ૧૫ નકસલીઓના ઢીમ ઢાળ દેવાયા છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી કહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ૧૫ થી વધુ નકસલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી હતી. એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ૩ નકસલીઓ માર્યા ગયા હતાં. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષાદળોએ નકસલીઓ વિરૂદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય નકસલવાદનો અંત લાવવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial