Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. દ્વારા
જામનગર તા. ર૭: જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને આધુનિક 'ટ્રુનેટ ટીબી મશીન'નું દાન આપવામાં આવ્યું છે. આ મશીન પ્રાપ્તિથી ક્ષયરોગના નિદાનમાં ઝડપીઅને ચોક્સાઈભર્યું પરિણામ મેળવવામાં આરોગ્ય કેન્દ્રને સહાય મળશે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કંપનીના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મશીનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. ટ્રુનેટ ટીબી મશીન દ્વારા નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરી સમયસર સારવાર શરૂ કરી શકો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ટીબી નિયંત્રણ અભિયાનને વધુ વેગ મળશે.
રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ.એ સામાજિક જવાબદારી સમજી આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાનો હેતુ રાખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે. જિલ્લા આરોગ્ય તંત્રએ રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ.ના લોકહિતકારી પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરપંચ મનસુખભાઈ પરમાર, આરવીટીએલના પ્રોજેક્ટ હેડ ધવલ વ્યાસ, મેનેજર તેજસ ભીંડી, ટોલપ્લાઝા મેનેજર ગૌરવ નૈતિયાલ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial