Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ક સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, કાર્યભાર વધે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડિલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. ધાર્મિક-માંગલિક કાર્યોનું આયોજન થાય. તા. ર૬ થી ર૯ ઉત્સાહવર્ધક. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા-વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ પારિવારિક કાર્ય થાય.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ નવીન કાર્ય થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે પ્રફૂલ્લિત રહી શકશો. આપની કાર્ય-ક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ મિશ્ર.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ભાગ્યબળ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપની મહેનત-પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું જણાય. ભાગ્યનો સાથ મળી રહે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડિલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ આવી શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૬ થી ર૯ કાર્યબોજ વધે. તા. ૩૦ થી ૧ માન-સન્માન.
Libra (તુલા: ર-ત)
તમારા માટે યશ-કીર્તિમાં વધારો કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ માન-સન્માન.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના મટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સચેત અને સતર્ક રહેવાની સલાહ છે. શત્રુ વિરોધીઓ હાવિ થતા નુક્સાન થવાની સંભાવના જણાય છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. તા. ર૬ થી ર૯ નબળી. તા. ૩૦ થી ૧ સફળતાદાયક.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ મો નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિમય બની રહે. તા. ર૬ થી ર૯ નવીન કાર્ય થાય. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જોવા મળે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. ખર્ચ-ખરીદીનો યોગ બને. તા. ર૬ થી ર૯ લાભદાયી. તા. ૩૦ થી ૧ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ નબળી પડતી જણાય. બીનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર પ્રાપ્ત થાય. શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ ખર્ચ-વ્યય. થાય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન થાય. ગૃહસ્થજીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકો. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.