Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ બેઠકો સ્ત્રી અનામત માટે જાહેર કરાઈઃ
ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયા નગરપાલિકાનો વિસ્તાર વધતા ૭ ના બદલે ૯ વોર્ડની રચના કરવામાં આવી છે. આ નવ વોર્ડની ૩૬ બેઠકો માટે અનામત બેઠકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ખંભાળીયા નગરપાલિકા વિસ્તારના કુલ ૫૬૫૮૨ મતદારો ૨૦૧૧ની વસતિ ગણતરીની સ્થિતિએ નોંધાયેલા છે. ૩૬ બેઠકોમાં બે અનુસૂચિત જાતિ અનામત તથા ૧૦ પછાતવર્ગ અનામત બેઠકો રહેશે. જયારે ૧૮ બેઠકો સ્ત્રી અનામત જાહેર કરવામાં આવી છે.
વોર્ડ વાઈઝ જોઈએ તો એક નંબરના વોર્ડમાં એક પછાત વર્ગ, બે સામાન્ય સ્ત્રી, ત્રણ અનુસૂચિત તથા ચોથી સામાન્ય છે, વોર્ડ બે માં એક પછાતવર્ગ, બે સામાન્ય સ્ત્રી, ત્રણ પછાતવર્ગ, ચોથી સામાન્ય છે. વોર્ડ ત્રણમાં એક અનુ. જાતિ, બે સ્ત્રી સામાન્ય, ત્રણ પછાતવર્ગ અને ચોથી સામાન્ય છે. વોર્ડ ચારમાં એક સામાન્ય, બે સ્ત્રી અનામત, ત્રણ પછાતવર્ગ, ચાર સામાન્ય છે. વોર્ડ છમાં એક સામાન્ય, બે સ્ત્રી સામાન્ય, ત્રણ પછાતવર્ગ અને ચોથી સામાન્ય છે. વોર્ડ સાતમાં પ્રથમ સામાન્ય, બીજી સ્ત્રી સામાન્ય, ત્રીજી પછાતવર્ગ,ચોથી સામાન્ય છે. વોર્ડ આઠમાં પહેલી પછાતવર્ગ, બીજી સ્ત્રી અનામત, ત્રીજી સામાન્ય અને ચોથી પણ સામાન્ય છે. વોર્ડ નવમાં પ્રથમ પછાતવર્ગ, બીજી સ્ત્રી અનામત, ત્રીજી અને ચોથી સામાન્ય છે.
કુલ ૩૬ બેઠકોમાંથી પચાસ ટકા એટલે કે ૧૮ સ્ત્રી અનામત છે અને બાકીની ૧૮ પૈકી પણ સ્ત્રી ક્યાંક ચૂંટાય તો પુરૂષ સદસ્યો કરતા સ્ત્રી સદસ્યોની સંખ્યા વધુ થવાનો રેકોર્ડ થશે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial