Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે સર્જાયેલા એક અકસ્માતમાં સંજયનગરના બાઈકચાલકને ફ્રેકચર થઈ ગયું છે. અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સામે ફરિયાદ કરાઈ છે. ભાણવડના ભરતપુર પાસે બાઈકને ટ્રકે ઠોકર મારતા ઈશ્વરીયા ગામ ના બાઈકચાલક ઘવાયા છે.
ખંભાળિયા તાલુકાના સંજયનગરમાં રહેતા સુનિલભાઈ જીવાભાઈ હરીયાણી નામના યુવાન શનિવારે સાંજે પોતાના મોટરસાયકલમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ટીવી ૪૩૭૯ નંબરની રિક્ષાના ચાલકે તેઓને હડફેટે લેતાં આ યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. ખંભાળિયા પોલીસ મથકમાં સુનિલભાઈએ રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.પોરબંદર જિલ્લાના ઈશ્વરીયા ગામના નગાભાઈ રાજશીભાઈ કારેણા નામના યુવાન શનિવારે સવારે ભાણવડથી આગળ પોરબંદર ધોરીમાર્ગ પર ભરતપુર ગામના પાટીયા પાસેથી બાઈક ચલાવીને જતાં હતા. ત્યારે તેઓને જીજે-૩એએક્સ ૫૧૦૭ નંબરના ટ્રકે ટક્કર મારી દીધી હતી. આ યુવાનના જમણા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial