Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉમંગભેર ઉજવાયો રંગોત્સવઃ ગીત-સંગીત-નૃત્ય સાથે રંગની છોળો ઊડી

શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણીઃ લોકોએ સ્વયંશિસ્ત સાથે માણી મોજ

                                                                                                                                                                                                      

જામનગર તા ૫: જામનગર એ ઉત્સવપ્રેમીઓનું શહેર છે. ત્યારે શહેરમાં ગઇકાલે ધૂળેટી પર્વની પણ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડ્યા હતા, અને શહેરનાં માર્ગો પર રંગોત્સવની ગૂંજ જોવા મળી હતી. શેરી-ગલીઓમાં સોસાયટીઓમાં ડી.જે. સાઉન્ડનાં સથવારે પણ લોકોએ રંગોની મોજ માણી હતી, તો શહેરની આસપાસ આવેલ કેટલાક રીસોર્ટ-રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયિક એકમોમાં પણ ધૂળેટીને લઇને પૂલપાર્ટી સહિતના વિવિધ આયોજનો થયા હતાં. ખાસ કરીને યુવા વર્ગે મનભરીને રંગોત્સવ ઉજવ્યો હતો.

જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર સવારે ૧૦ વાગ્યાથી લઈને બપોરે ૨ વાગ્યા સુધી લોકો રંગોતસ્વ મનાવતા જોવા મળી રહ્યા હતા, અને ઠેર ઠેર રંગોની છોડ ઉડી રહેલી જોવા મળી હતી. જોકે મોટાભાગે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો હોવાથી એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ કે કોઈ સંઘર્ષની ઘટના જોવા મળી ન હતી. અથવા વિના કારણે કોઈ ઉપર રંગ ઉડાવીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ પણ થયો હોય તેવું જોવા મળ્યું ન હતું, અને શહેરીજનોએ અનુશાસનપૂર્વક ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું.

ખાસ કરીને જામનગર રાજકોટ રોડ પર  અને ખંભાળિયા ધોરીમાર્ગ પર અનેક હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ માં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં યુવાધન ઉમટી પડ્યું હતું, અને ડી.જે. ધમાલ ની મસ્તી, અને રેઇન ડાન્સ, પુલ પાર્ટી સાથેના રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં ખાસ કરીને હવાઈચોક, પટેલ કોલોની, પાર્ક કોલોની, ડીકેવી કોલેજ રોડ, તળાવની પાળ, દિગ્વિજય પ્લોટ તથા સોસાયટી વિસ્તારોમાં ધૂળેટી પર્વે લોકોને મનભરીને રંગો ઉડાડી તહેવારની મોજ માણી હતી.

જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ અને અન્ય તબીબો કે જેઓ મેડિકલ ક્વાર્ટર્સ તેમજ મેડિકલ હોસ્ટેલ વગેરેમાં વસવાટ કરે છે, તેઓએ ધૂળેટી નું પર્વ ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં મનાવ્યું હતું, અને એકબીજા પર કલર ઉડાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, ઉપરાંત પાસેજ આવેલી નર્સિંગ સ્ટાફ કોલોનીમાં વસવાટ કરતા જી.જી. હોસ્પિટલના નર્સિંગ વિભાગના તમામ નર્સિંગ સ્ટાફ વગેરેએ પણ ધૂળેટીનું પર્વ ખૂબજ ધામ ધૂમ અને ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું, અને એકબીજા પર રંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દેશ-વિદેશના તબીબી વિદ્યાર્થીઓ પણ આ રંગોત્સવમાં જોડાયા હતા, અને એકબીજા પર રંગ ઉડાવીને 'રંગોત્સવ' નો પર્વ મનાવ્યો હતો, અને આ ધુળેટીના ભારતીય પર્વમાં પોતે ઉત્સાહભેર સામેલ થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh