Advertisement
Author: નોબત સમાચાર

સુભાષ શાક માર્કેટ પાસે રિક્ષામાંથી મળી આવ્યો શ્રમિક યુવતીનો મૃતદેહઃ રિક્ષાચાલક, પતિની પૂછપરછ કરાઈ

પરપ્રાંતીય યુવતી બાંધકામના સ્થળે મજૂરીકામ કરતા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક રિક્ષામાં યુવતીને સુવાડીને લઈ જવાતા હતા ત્યારે ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમે રિક્ષા રોકાવી ચેક કરતા આ યુવતી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે રિક્ષાચાલક તથા મૃતક યુવતીના પતિની પૂછપરછ આદરી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ કરાઈ રહી છે. મૃતક યુવતી વાલ્કેશ્વરીનગરીમાં બાંધકામના એક સ્થળે મજૂરીકામ કરતા હોવાનું બહાર આવ્યું છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાંથી ગઈરાત્રે પસાર થતી એક રિક્ષામાં એક મહિલા સૂતેલી હાલતમાં જોવા મળતા શાક માર્કેટ પાસે પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે તે રિક્ષા રોકી ચેક કરતા તેમાંથી રવિનાબેન રાકેશભાઈ ભુરીયા (ઉ.વ.૩૪) નામના યુવતી બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ ટીમે તરત જ ૧૦૮ને તેની જાણ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી રવિનાબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે આ રિક્ષા ચલાવીને જઈ રહેલા જામનગરના ગરીબનગર પાણાખાણમાં ઈદ મસ્જીદ પાસે રહેતા રિક્ષાચાલક આફતાબ રફીક શેખની પૂછપરછ કરી હતી.

પોલીસની પૂછપરછમાં ખૂલ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના નલદી છોટી ગામના વતની રવિનાબેન હાલમાં જામનગરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામના એક સ્થળે મજૂરીકામ કરતા હોવાનું ખૂલ્યું છે. આ મહિલા ગઈકાલે રાત્રે તે સ્થળે કોઈ રીતે બેભાન બની ગયા પછી તેઓને રિક્ષામાં સુવડાવી લઈ જવાતા હતા ત્યારે શાક માર્કેટ પાસે પોલીસે તે રિક્ષા આંતરી લીધી હતી.

ઉપરોક્ત બનાવની સિટી બી ડિવિઝનને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.જી. કેશવાલાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાને વાકેફ કર્યા છે. આ મહિલાનું મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય પોલીસ દ્વારા મૃતક યુવતીના પતિ રાકેશ મંગલીયા ભુરીયાની પૂછપરછ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh