Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડીવાર માટે ગભરાટ ફેલાયોઃ
શ્રીનગર તા. રઃ ભારે ઠંડી વચ્ચે કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જેની તીવ્રતા ૪.૮ ની હતી. લોકોમાં થોડી ક્ષણ માટે ભય ફેલાયો હતો.
આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મળતી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ નોંધાઈ છે. ભૂકંપ ર ફેબ્રુઆરી ર૦ર૬ ના સવારે પ-૩પ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ હંજીવેરા વિસ્તાર નજીક જમીનથી અંદાજે ૧૦ કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા ખાસ કરીને બારામુલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં વધુ અનુભવાયા હતાં. વહેલી સવારે ધરતી કંપતા જ અનેક લોકો સાવચેતીરૂપે ઘરમાંથી બહાર આવી ગયા હતાં. હાલ સુધીમાં ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે વહેલી સવારે ઘરોમાંથી બહાર નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશ અને પડોશી દેશોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. એક દિવસ પહેલા બાંગલોશમાં રિક્ટર સ્કેલ પર ૩.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી ર૦ કિલોમીટર ઊંડાઈએ હતું. આ ઉપરાંત ગયા અઠવાડિયે ફિલિપાઈન્સના મિડાનાઓ ટાપુ પર ૬.૦ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial