Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ભાયાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિરના શિખરે ધ્વજારોહણ

ચાંદીના મુખારવિંદ સાથે જ્યોતિર્લિંગને કરાયો વિશિષ્ટ શણગારઃ

                                                                                                                                                                                                      

જામનગરના ભાયાણી પરિવાર દ્વારા ૧ર પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા એવા વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી, જેમાં ચાંદીના મુખારવિંદ સાથે જ્યોતિર્લિંગને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે વિશેષ પૂજન, ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. સર્વે ભાવિકોએ વિશેષ પૂજા અને શણગારના દર્શન કરી તથા મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.

પવિત્ર ૧ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિરના શિખરે જામનગરના ભાયાણી પરિવાર દ્વારા નૂતન ધ્વજાઆરોહણની વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી, જેમાં વિવિધ જાતના પુષ્પો અને ચાંદીના મુખારવિંદ સાથે જ્યોતિર્લિંગને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

જામનગર નિવાસી રતિલાલ જેરાજભાઈ ભાયાણી પરિવારે શ્રી સોમનાથ મંદિરના પટાંગણમાં ધ્વજાની પૂજા કર્યા પછી ભવ્ય શોભાયાત્રા યોજી ધ્વજા આરોહણ વિધિ સંપન્ન કરી હતી. બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધ્વજારોહણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રતિલાલ જેરાજભાઈ ભાયાણી તથા જીજ્ઞેશભાઈ રતિલાલ ભાયાણી તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે જગદ્ગુરુ શ્રી સર્વેશ્વરાયજી, બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશ ગિરીબાપુ, વિરપુર જલારામ મંદિરના મહંત શ્રી મહેશબાપુ, વેરાવળ મહાજન પ્રમુખ દિપકભાઈ કક્કડ વિગેરે મહાનુભાવોએ ધ્વજારોહણ વિધિમાં હાજરી આપી ભાયાણી પરિવારને આશીર્વાદ આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh