Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ પર ભલામણોનો ધોધ, છતાં કાર્યવાહી યથાવત્:
ખંભાળિયા તા. ૨: દ્વારકા જતાં પદયાત્રીઓને માર્ગમાં કેટલાક ડીજેવાળા વાહનો દ્વારા મોટા અવાજે ઘોંઘાટ ઉભો કરી અડચણ કરાતી હોવાથી ગઈકાલે ખંભાળિયા પોલીસે વડત્રા સુધી ચેકીંગ કરી ડીજેવાળા ૧૪ વાહન ડીટેઈન કરી દેતા ભલામણોનો ધોધ વહ્યો હતો તેમ છતાં પોલીસે કાર્યવાહી યથાવત રાખતા કેટલાક વાહન ડીજે સાથે ગુમ થઈ ગયા હતા.
જામનગર ઉપરાંત રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી યાત્રાળુઓ પગે ચાલીને દ્વારકામાં યોજાયેલા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ગયા ત્યારે પદયાત્રીઓની સગવડ માટે ઠેર ઠેર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા જિલ્લાના વહીવટી તથા પોલીસતંત્ર દ્વારા પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. પદયાત્રીઓની સાથે મોટા પ્રમાણમાં મોટા સ્પીકરો સાથે ડીજેના વાહન ઉભા રાખી લોકોને ચાલવામાં નડતરરૂપ થાય તે રીતે અડચણ સર્જતા વાહનચાલકો અંગેની વિગતો પોલીસને મળતા દ્વારકાના એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી તથા સ્ટાફે ચકાસણી હાથ ધરી હતી.
તે દરમિયાન ખંભાળિયા થી વડત્રા સુધી રસ્તા પર ઘોંઘાટ કરતા ડીજેવાળા ૧૪ વાહન ડીટેઈન કરી લેવાયા હતા. તેના પગલે સોંપો પડી ગયો હતો. પોલીસની આ કામગીરીના પગલે ભલામણોનો દૌર શરૂ થયો હતો. તેમ છતાં પોલીસે મક્કમ રહી કાર્યવાહી કરતા ડીજેવાળા વાહન ગુમ થઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial