Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાલસુરા, અલીયાબાડા માટે વિશેષ એસટી બસ સેવા
જામનગર તા. ૩: આગામી તા. ૪ મેના જામનગર જિલ્લામાં વિવિધ પાંચ કેન્દ્રો પર ૧૯૩૭ પરીક્ષાર્થીઓ નીટ (યુજી)ની પરીક્ષા આપશે. દૂરના અંતરે આવેલ વાલસુરા તથા અલિયાબાડા કેન્દ્ર માટે એસ.ટી. વિભાગ જામનગર દ્વારા વિશેષ બસ સેવાની વ્યવસ્થા થઈ છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સંલગ્ન અધિકારીઓને જિલ્લા કલેકટર કેતન ઠકકરે માર્ગદર્શન આપ્યુ હતું.
આગામી તા.૪-૫-૨૦૨૫ના જામનગર જિલ્લામાં યોજાનાર નીટ(યુજી) ૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે અમલી બને તે હેતુથી જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે જ્યારે આપણું બાળક પરીક્ષા આપતું હોય ત્યારે આપણે જેટલી કાળજી લઈએ છીએ તેટલી જ કાળજી અને વ્યવસ્થાઓ આ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પણ કરીએ. સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરીએ. સાથે જ બેઠકમાં કલેકટરે તમામ સેન્ટર પર પરીક્ષાલક્ષી કીટ પહોંચી જાય, જરૂરી વીજ પુરવઠો જળવાઈ રહે, વ્હીલચેરની વ્યવસ્થા, ફર્સ્ટ એડ કીટ-ઓ.આર.એસ. ઉપલબ્ધ કરાવવા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, ઝામર અને સીસીટીવી લગાવવા તથા તેનુ બેકઅપ જાળવવું વગેરે અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ અધિકારીઓને પરીક્ષા અગાઉ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ આનુસંગિક તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું.
ઉનાળા દરમિયાન નીટની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર અલિયાબાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ છે. આ માટે એસ.ટી. ડેપો જામનગરથી સવારે ૧૦ કલાકે બસ ઉપડશે તેમજ પરીક્ષા પૂર્ણ થયે પરિક્ષાર્થીઓને જામનગર પરત લાવશે.
નીટની પરીક્ષા કેન્દ્રીય વિદ્યાલય-૦૧ એરફોર્સ સ્ટેશન, કેન્દ્રીય વિદ્યાલય-૦૩ એરફોર્સ સ્ટેશન, કેન્દ્રીય વિદ્યાલય-૦૨ ઈન્ફન્ટ્રીલાઈન્સ, કેન્દ્રીય વિદ્યાલય વાલસુરા તેમજ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડામાં બપોરે બે થી પાંચ કલાક દરમિયાન યોજાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દ્વારથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પણ તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. તેમજ દરેક પરીક્ષા કેન્દ્રો પર ડોક્ટર સહિતની આરોગ્ય ટીમની પણ નિયુક્તિ કરાઈ છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી ગ્રામ્ય તથા શહેર, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલિસ અધિક્ષક, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, ડિવિઝનલ કંટ્રોલ રજી. એસ.આર.ટી.સી., પી.જી.વી.સી.એલ, આર્મી, એરફોર્સ તથા નેવીના અધિકારીઓ તેમજ તમામ પરીક્ષા કેન્દ્રોના સેન્ટર સુપરવાઈઝરો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial