Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૬ માર્ચ, શુક્રવાર અને ફાગણ વદ ત્રીજનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું  પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે અન્ય કામ અંગે દોડધામ-શ્રમ જણાય. અગત્યના કામ કાજ અંગે મિલન-મુલાકાત થઈ  શકે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામમાં મન લાગે નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંંદ અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ભાઈ-ભાંડુનો સાથ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગ,ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સંતાનનો સહકાર મળી રહેતા આનંદ થાય. વાણીની મીઠાશથી ધંધામાં લાભ-ફાયદો જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧

 

Libra (તુલા: ર-ત)

આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત ફળી શકે છે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૧

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh