Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 'શ્રીમદ્ સત્સંગી જીવન'ની ૪રપ મી પારાયણ

આગામી તા. ૧૬ માર્ચથી રર માર્ચ ભક્તિમય કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૬: દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગી જીવન'ની ૪રપ મી પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

૧૬-૩-ર૦ર૬ થી તા. રર-૩-ર૦ર૬ સુધી યોજાનારા આ ભક્તિના મહાકુંભમાં જ્ઞાનયજ્ઞના વ્યાસાસને જાણીતા વક્તા સદ્ગુરુ નિત્યસ્વરૂપ દાસજી સ્વામી બિરાજશે. દ્વારકાનો મહિમા અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું ગાન કરશે. સમગ્ર મહોત્સવનું આયોજન પણ સદ્ગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થશે.

આ મહોત્સવના પ્રારંભે પોથીયાત્રા નીકળશે. હરિભક્તોના નિવાસ માટે ૧પ૦૦ થી વધુ ટેન્ટની સુવિધા સાથે ટેન્ટ સિટી ઊભું કરાશે.

આ મહોત્સવમાં ૪૦ હજારથી શ્રોતા-ભાવિકો બેસી શકે તેવો વિશાળડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહોત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરના શિખરે સંપ્રદાય દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે સમૂહ મહાપૂજાનુંં પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ ભોજનાલય કાર્યરત રહેશે.

આ મહોત્સવ દરમિયાન મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ જેવા સેવા કાર્યો થશે. આ મહોત્સવમાં અનેક બ્રહ્મનિષ્ઠ સંતો, સામાજિક-રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh