Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર ઝબ્બેઃ
જામનગર તા. ૨૮: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક ઓઈલ મીલ પાસે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સ મળી આવ્યા છે. જ્યારે ખંભાળિયાના સંજયનગરમાં એક મકાનમાંથી એલસીબીએ તીનપત્તીનો જુગાર રમતા છ વ્યક્તિને દબોચી લીધા છે. બંને સ્થળેથી કુલ રૂ।.૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી કાંતિ ઓઈલ મીલ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રફીક સીદીક બુચ, રમઝાન ઓસમાણ સફીયા, હાજી ઉમરભાઈ ગજણ, ઓસમાણ જાનમામદ સફીયા નામના ચાર શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડીને દબોચી લીધા હતા. પટમાંથી રૂ।.૧૧૨૦ રોકડા કબજે કરાયા છે.
ખંભાળિયા નજીકના સંજયનગરમાં એક મકાનમાં ગઈકાલે બપોરે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે પીએસઆઈ બી.એમ. દેવમુરારીના હડપણ હેઠળ સંજયનગરમાં રાજાભાઈ ઉર્ફે ભીખાભાઈ નથુભાઈ લુણા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં રાજાભાઈને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા માલદેભાઈ વેરશીભાઈ રૂડાચ, અજીઝભાઈ જુમાભાઈ સુરાણી, દેસુરભાઈ લખમણભાઈ મસુરા, ઉમરભાઈ કાસમભાઈ બંદ્રી, મગનભાઈ નારણભાઈ રાઠોડ નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૩૦૨૦૦ રોકડા, મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ।.૯૦૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને છએય સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial