Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજદૂતો પરત બોલાવાયાઃ એરસ્ટ્રાઈક પછી વળતો હુમલો
નવી દિલ્હી તા. ર૪: એશિયાના બે દેશો વચચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. થાઈલેન્ડની એરસ્ટ્રાઈક પછી કંબોડિયાએ રોકેટ અને ડ્રોનથી હુમલો કર્યો છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (ર૪ જુલાઈ) સરહદી વિવાદે ઉગ્ર રૂપ લઈ લીધું છે અને બન્ને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને એર હવાઈ હુમલા કર્યા હતાં.
કંબોડિયાએ કહ્યું કે, બન્ને દેશો વચ્ચે થયેલા સરહદી ઘર્ષણમાં ગોળીબાર થયો હતો, જો કે બન્ને દેશોએ એકબીજા પર ગોળીબારનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ૬ થી વધુ સરહદી વિસ્તારમાં ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું અને અનેક ઈજાગ્રસ્ત થયા હતાં. સ્થિતિ બગડતા થાઈલેન્ડે હવાઈ હુમલા કર્યા હતાં અને કંબોડિયાએ તેના જવાબમાં ગોળીબારની કાર્યવાહી કરી હતી. થાઈલેન્ડની સેનાએ કહ્યું કે, કંબોડિયાના સૈનિકોએ ખમેર મંદિર તા મુએન થોંમ નજીક ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે થોડા અઠવાડિયાથી તણાવ ખૂબ વધી ગયો છે.
જો કે, કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, થાઈ સૈનિકોએ પહેલા ગોળીબાર કર્યો હતો. બાદમાં અમારા સૈનિકોએ આત્મરક્ષણ માટે જવાબી કાર્યવાહી કરી હતી. થાઈ સેનાએ જણાવ્યું કે, કંબોડિયાએ ભારે હથિયારોથી સજ્જ સૈનિકો તૈનાત કરતા પહેલા વિસ્તારની તપાસ કરવા ડ્રોન મોકલ્યું હતું. આ ગોળીબારમાં ઓછામાં ઓછા બે થાઈ સૈનિક ઘાયલ થયા છે.
કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોચેતાએ કહ્યું કે, 'અમારા સૈનિકોએ થાઈ સૈનિકોના આક્રમણ સામે પોતાની સંપ્રભૂતા અને પ્રાદેશિક અખંડતાની રક્ષા કરવા માટે પોતાના અધિકારનો પ્રયોગ કર્યો. થાઈલેન્ડે કંબોડિયાની પ્રાદેશિક અખંડતાનું ઉલ્લંઘન કર્યું છે.'
કંબોડિયાના પૂર્વ નેતા હુન સેને ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, થાઈ સેનાએ કંબોડિયાના બે પ્રાંત પર ગોળીબાર કર્યો હતો. આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે ગભરાવાની જરૂર નથી.
કંબોડિયાના પ્રમુખ હુન માનેટે ફેસબુક પર કહ્યું કે, 'કંબોડિયાએ હંમેશાં શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ આ વખતે અમારા પર હથિયારોથી આક્રમણ કરવામાં આવ્યું તો અમારી પાસે પણ હથિયારથી જવાબ આપ્યા સિવાયનો કોઈ વિકલ્પ નહતો.'
થાઈલેન્ડના કાર્યકારી પ્રમુખ ફુમથમ વેચાયાચાઈએ કહ્યું કે, કંબોડિયા સાથે તેમનો વિવાદ નાજુક સ્થિતિમાં છે અને તેને સાવધાનીપૂર્વક આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકલવો જોઈએ.
નોંધનીય છે કે, ગુરુવારે (ર૪ જુલાઈ) બન્ને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતાં. આ સિવાય પહેલા સરહદ પર લેન્ડમાઈન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતાં. બુધવારે થાઈલેન્ડે કહ્યું કે, અમે કંબોડિયાના રાજદૂતને દેશમાંથી બહાર કરી દઈશું. ઉલ્લેખનિય છે કે, મે મહિનામાં બન્ને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત નિપજ્યું હતું અને તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત્ મહિને બન્ને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial