Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૬-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) થી બિઝનેસ વૃદ્ધિ તૂટવાની અને બેરોજગારી વધવાની સાથે ઉદ્યોગમાં સંકટ વધવાની ચિંતા બતાવાતા તેમજ વૈશ્વિક બજારોમાં નબળો ટ્રેન્ડ અને અમેરિકા-યુરોપમાંથી આવેલા નકારાત્મક સંકેતોના કારણે સેન્સેક્સ, નિફટી બેઝડ ભારતીય શેરબજારમાં આજે નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૨૩% અને નેસ્ડેક ૧.૫૯% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૨% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૨ અને વધનારની સંખ્યા ૧૧૬૭ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને પાવર સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ।.૧,૪૯,૩૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૫૦,૮૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૯,૩૯૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૧૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૫૦,૬૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૩૪,૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૩૭,૫૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૨૯,૧૮૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૩૨૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૩૫,૪૯૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ટાટા કન્ઝ્યુમર (૧૧૪૭) : ટી એન્ડ કોફી સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૧૨૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૧૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૧૬૩ થી રૂ।.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૧૮૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
લોઢા ડેવલોપર્સ (૧૦૪૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૦૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૦૧૭ ના સપોર્ટથી આ સ્ટોક ૧૦૬૩ થી રૂ।.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૭૪૩) : રૂ।.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ।.૭૨૦ બીજા નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૭૫૩ થી રૂ।.૭૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કોટક મહિન્દ્રા બેન્ક (૪૧૨) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૪૨૨ થી રૂ।.૪૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૩૯૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડા બાદ ઉભી થયેલી અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિ ભારતીય શેરબજાર માટે મધ્યમથી લાંબા ગાળે સ્પષ્ટ રીતે પોઝિટિવ સંકેત આપે છે. વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતા ઘટતા જ નિકાસ આધારિત સેક્ટરો જેમ કે ફાર્મા, કેમિકલ્સ અને ટેક્સટાઇલમાં કમાણીની દૃશ્યતા સુધરવાની સંભાવના છે. ગોલ્ડમેન સાચ્સે દર્શાવ્યા મુજબ જીડીપી વૃદ્ધિ દરમાં સુધારો થવાથી કોર્પોરેટ અર્નિંગ્સ પર સીધી અસર પડશે, જેનાથી ઈક્વિટી માર્કેટમાં વેલ્યુએશન સપોર્ટ મળશે. સાથે જ, ખાનગી મૂડીખર્ચમાં રિકવરી અને ઈન્વેસ્ટમેન્ટ સાયકલ ગતિ પકડતા બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સમાં મજબૂત ટ્ રેન્ડ જોવા મળી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે ભારત ફરી એક આકર્ષક ડેસ્ટિનેશન બનતું જઈ રહ્યું છે, જે બજારની લિક્વિડિટી અને સેન્ટિમેન્ટને વધુ મજબૂત બનાવશે.
બીજી તરફ, ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો અને રૂપિયાની સ્થિરતા ભારતીય બજાર માટે મોટો પ્લસ પોઇન્ટ સાબિત થઈ શકે છે. રૂપિયા પરનું દબાણ ઘટતા આરબીઆઈ માટે મોનેટરી પોલિસીમાં સંતુલન જાળવવું સરળ બનશે, જે વ્યાજદરોને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થશે. આ પરિસ્થિતિમાં કન્ઝ્યુમર ડિમાન્ડ આધારિત સેક્ટરો એફએમસીજી, ઓટો અને રિયલ એસ્ટેટમાં ધીમે ધીમે સુધારો દેખાઈ શકે છે. જોકે, ટૂંકા ગાળામાં વૈશ્વિક ઘટનાઓ અને જિઓપોલિટિકલ પરિબળોને કારણે વોલેટિલિટી રહી શકે છે, પરંતુ મજબૂત મેક્રો ફંડામેન્ટલ્સને કારણે ભારતીય શેરબજારની ભાવિ દિશા કુલ મળીને અપટ્રેન્ડમાં રહેવાની શક્યતા વધુ દેખાઈ રહી છે.