Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા બાયપાસ પાસે મકાનના ફળીયામાંથી મોટરસાયકલ ચોરાયું

અજાણ્યા તસ્કરની શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના ખીજડીયા બાયપાસ પાસે આવેલા એક મકાનના ફળીયામાંથી ગયા સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં હીરો મોટરસાયકલની ચોરી થઈ છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામમાં રહેતા અમિતભાઈ જીવણભાઈ ચાવડા નામના આસામીએ ગયા સોમવારે સાંજે આઠેક વાગ્યે પોતાનું જીજે-૧૦-ડીએલ ૬૬૯ નંબરનું હીરો મોટરસાયકલ ખીજડીયા બાયપાસ પાસે ઘરના ફળીયામાં મૂક્યું હતું.

ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂ।.૨૦ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. પંચકોશી એ ડિવિઝનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh