Advertisement
Author: નોબત સમાચાર

મહેસાણા-ઉંઝા હાઈવે પર બેકાબુ ઈકો કાર ડિવાઈડર સાથે ભટકાતા ૪ મૃત્યુઃ ૬ ને ઈજા

લગ્ન ૫છી ઉલ્લાસ સાથે પાછા ફરતા કાળ ભેટ્યો

                                                                                                                                                                                                      

મહેસાણા તા. ર૧: મહેસાણા-ઊંઝા હાઈવે પર ગમખ્વાર    અકસ્માત સર્જાયો હતો. લગ્નથી પાછા ફરતા હતાં ત્યારે અકસ્માત થતા એક પરિવારના ચારના મૃત્યુ નિપજયા છે.

મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને નિયતિએ ઘરના આંગણે પહોંચતા પહેલા જ છીનવી લીધો છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવાર માટે આજની સવાર ક્યારેય ન ભૂલાય તેવું દુઃખ લઈને આવી છે. મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યા હતાં. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.

ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબુ બની ડિવાઈડર સાથે અથડાતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને ૬ જેટલા ઈજાગ્રસ્ત થયા હતાં. મહેસાણા-ઊંઝા હાઈવે પર ઉનાવા નજીક સર્જાયેલો અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રામલાલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત, કોમલબેન અને એક નિર્દોષ માસૂમ બાળક સહિત કુલ ૪ સભ્યોએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતાં.

બનાવની જાણ થતા જ ઉનાવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કાર ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુન્હો નોંધ્યો છે. હાઈવે પર વિખરાયેલી ઘરવખરી અને લોહીના ડાઘા એ વાતની સાક્ષી પૂરી રહ્યાં હતાં કે સ્પીડ અને બેદરકારી કેવી રીતે એક હસતા-રમતા પરિવારને ઉજ્જડ કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh