Advertisement
Author: નોબત સમાચાર

વસઈમાં આવેલી કરોડોની જમીનના ખોટા કરાર અંગેના કેસમાં વકીલના આગોતરા મંજૂર

એડવોકેટે ખોટી ઓળખાણ આપી હોવાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર નજીકના વસઈમાં એક મહાજન વૃદ્ધાની આવેલી કરોડોની જમીનના ખોટા કરાર અંગે કરાયેલી ફરિયાદમાં એક વકીલને પણ આરોપી તરીકે દર્શાવાયા હતા. આ એડવોકેટે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના વસઈ ગામમાં રંજનબેન નરશીભાઈ સુમરીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધાની અંદાજે રૂ।.દસેક કરોડની કિંમતની જમીન આવેલી છે. તે જમીન અંગે વર્ષ ૧૯૮૧માં તેમના પતિએ કુલમુખત્યારનામુ કર્યું હતું અને તે પછી તેમનું અવસાન થયું હતું.

આ જમીન અંગે રંજનબેને વારસાઈ કરાવી પોતાનું નામ ચઢાવ્યું હતું. તે દરમિયાન કુલમુખ્યારે દાવો કર્યાે હતો. તે દાવામાં મનાઈહુકમ ન હતો અને તે માટે કોઈ કાર્યવાહી પણ થઈ ન હતી. તે દાવો રદ્દ કરાવવા રંજનબેનને જામનગર આવવાનું કહેવાતા જામનગર આવેલા આ વૃદ્ધા પાસે વાદીના વકીલે કોરા કાગળોમાં સહીઓ-અંગુઠાઓ કરાવી લીધા હતા. તે પછી રંજનબેનના પુત્રીનો પરિવાર જામનગર આવતા રંજનબેનના ખાતામાં સવદાસભાઈએ રૂ।.૧ લાખ જમા કરાવ્યા હતા. કોઈ વ્યવહાર ન હોવા છતાં આ રકમ જમા થતા પોલીસમાં અરજી કરાઈ હતી અને રંજનબેને તે રકમ પરત કરી દીધી હતી.

ત્યારપછી દાવામાં સવદાસભાઈ નામના વ્યક્તિએ અદાલતમાં રંજનબેનની સહીવાળો વેચાણ કરાર રજૂ કર્યાે હતો. જેમાં આ મહિલાના અંગુઠાનું નિશાન છે અને તેની ઓળખ આપનાર તરીકે રણછોડભાઈ નરશીભાઈ પરસાણાની અને કિશોર ગુસાઈ, પુંજા કરમુરની પણ સહી હોવાનું જણાઈ આવતા સિક્કા પોલીસ સ્ટેશનમાં રંજનબેને સવદાસ ચાવડા, કિશોર ગુસાઈ, પુંજા કરમુર, રણછોડ પરસાણા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પૈકીના રણછોડભાઈએ આગોતરા જામીન મેળવવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, તેઓ વકીલ છે અને ખોટી રીતે આરોપી બનાવાયા છે. તેની સામે ફરિયાદ પક્ષે દલીલો કરી હતી પરંતુ અદાલતે આરોપી રણછોડ એન. પરસાણાના વકીલ  રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આગોતરા  જામીન પર મુક્તનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh