Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં યોજાશે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ

બીજી મે થી ૧૨મી મે દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં વૈશાખ પૂર્ણિમાના પાવન અવસરે પર્યાવરણ શુદ્ધિકરણ અર્થે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જામનગર જિલ્લામાં સોમવાર તા. ૧૨-૦૫-૨૦૨૫ના સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન કોઈ પણ ભાવિક માત્ર ૨૦ મિનિટમાં પોતાના અનુકૂળ સમયે ઘરે જાતે યજ્ઞ કરી શકશે. વધુ સુગમતા માટે ઓડિયો-વિડીયો ક્લિપ દ્વારા પણ યજ્ઞ કરી શકાશે.

આ માટે ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા *હવન સામગ્રી, મંત્રની પત્રિકા અને ગાયના ગોબરનું છાણું* વિનામૂલ્યે વિતરણ કરવાની વ્યવસ્થા, ગાયત્રી શક્તિપીઠ પર શુક્રવાર તા.૦૨-૦૫-૨૦૨૫થી સોમવાર તા. ૧૨-૦૫-૨૦૨૫ સુધી સવારે ૦૯ થી ૧૨ તથા સાંજે ૦૪ થી ૦૮ દરમિયાન કરવામાં આવશે. ગાયત્રી પરિવારના ભાઈ-બહેનો પાસેથી પણ હવન સામગ્રીની કીટ મેળવી શકાશે.

યજ્ઞ કરવા ઈચ્છતા ભાવિકને પોતાના ઘરનું ઘી, કંકુ, ચોખા વિગેરે અલ્પ સામગ્રીનો ઉપયોગ કરી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે યજ્ઞ અભિયાન માં જોડાવા માટે ગાયત્રી પરિવારનું આહવાન છે. યજ્ઞ પૂર્ણ થયા બાદ યુગનિર્માણ સત્સંકલ્પ પરિવારના સભ્યોને બોલવા બોલાવવાના રહેશે.

સામગ્રી લેવા આવનાર સગા સંબંધી કે મિત્રો માટે નામની ચીઠ્ઠી આપી એક કરતા વધુ જોઈએ તેટલી કિટ મેળવી શકશે. આ માટે રૂમાલ કે થેલી સાથે લાવવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh