Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાં બાગાયતી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાયું

રપ મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાયું છે. વિવિધ ૯૦ થી વધુ ઘટકોમાં સહાય મેળવવા રપ એપ્રિલ ર૦ર૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ માટ બાગાયત વિભાગની વર્ષ ર૦ર૬-ર૭ ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ તા. ર૭-૩-ર૦ર૬ થી રપ-૪-ર૦ર૬ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો ફળ પાક વાવેતર જેવા કે આંબા, ટીશ્યુ કલ્ચર કેળ અને ખારેક, કમલમ્ (ડ્રેગન ફ્રૂટ), પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ અને દાડમ સહિતના પાકો માટે સહાય મેળવી શકશે.

આ ઉપરાંત શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, સરગવાની ખેતી, વિવિધ ફૂલોની ખેતી, પાણીના ટાંકા, બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ, વોટર સોલ્યુબલ ખાતર, પેકિંગ મટીરિયલ તેમજ જુના બગીચાના નવીનિકરણ માટે પણ અરજી કરી શકાશે. ખેતીમાં આધુનિકિકરણ લાવવા માટે મિની ટ્રેક્ટર, કલ્ટિવેટર, રોટાવેટર અને પાણીના ટેન્કર જેવા યાંતરિકરણના ઘટકો તેમજ મહિલા વૃત્તિકા, તાલીમ જેવી યોજનાઓનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન કર્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજીમાં માગ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી, અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ અરજીની નકલ અત્યારે કચેરીએ જમા કરાવવાની રહેશે નહીં, પરંતુ મંજુરી મળ્યા પછી અસલ બીલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સહી કરીને નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગરમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. (૦ર૮૮) રપ૭૧પ૬પ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh