Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં
રાજકોટ તા. ૩: રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ ટિકિટ ચેકીંગ દ્વારા એક વર્ષમાં રૂ।. ૧૦.૯પ કરોડની આવક મેળવી હતી. ગયા વર્ષની સરખામણીમાં ટિકિટ ચેકીંગની આવકમાં ૬૮.ર૩ ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો હતો. ટિકિટ વગર કે ટિકિટની અનિયમિતતાના કારણે રૂ।. ૧૦.૯પ કરોડનો દંડ વસૂલાયો હતો.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ દરમિયાન વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો વિરૂદ્ધ વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સતત દેખરેખ અને સઘન ચેકીંગના પરિણામે રાજકોટ ડિવિઝને આ વર્ષે ટિકિટ ચેકીંગ દ્વારા રૂ।. ૧૦.૯પ કરોડની આવક પ્રાપ્ત કરી છે, જે ગત્ નાણાકીય વર્ષમાં મળેલી રૂ।. ૬.પ૦ કરોડની આવકની સરખામણીએ ૬૮.ર૩ ટકા વધુ છે.
વર્ષ ર૦રપ-ર૬ માં વગર ટિકિટ/અનિયમિત ટિકિટના કુલ ૧,પ૦,૬૮૧ કેસ નોંધાયા હતાં, જે ગત્ વર્ષે નોંધાયેલા ૯પ,૦૧૧ કેસની સરખામણીમાં પ૮.પ૯ ટકા વધુ છે. જેમાં વગર ટિકિટ મુસાફરીના ૭૩,૮૧૮ કેસમાંથી ૬.૮પ કરોડ, ઊંચી શ્રેણીમાં મુસાફરી કરી રહેલા ૭૧,૪ર૭ મુસાફરો પાસેથી રૂ।. ૪,૦૬૬ કરોડ, ઓવર ટ્રાવેલિંગના ૮૩૩ કેસમાંથી રૂ।. ર,પ૧,૯પપ અને અને બુક ન કરાવેલા સાામનના ર૧ર કેસમાંથી રૂ।. ર૦,૧ર૦ ની આવક પ્રાપ્ત થઈ છે.
રેલવેના 'ફ્રન્ટલાઈન' ગણાતા કોમર્શિયલ સ્ટાફની આ શાનદાર સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, આસિસ્ટન્ટ કોમર્શશિયલ મેનેજર હિતેષ જોષી તથા રમેશ પાંડોર, મુખ્ય ટિકિટ ચેકીંગ ઈન્સપેક્ટર કે.સી. ગુર્જર અને સમગ્ર ટિકિટ ચેકીંગ ટીમને હાર્દિક અભીનંદન પાઠવ્યા હતાં.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમારે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ યોગ્ય ટિકિટ ખરીદીને સન્માનપૂર્વક મુસાફરી કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial